Tour-de-Mysore | My one day trip

મૈસુર…

બેંગ્લોરથી ૧૪૫ કિલોમીટર દૂર આવેલું આ City of palaces હું જોઈ આવ્યો. એક જ દિવસમાં!

રવિવાર હતો.

સવારના દસ વાગ્યે ઉઠ્યો.

રજાનો દિવસ લેપટોપ સામે ગાળવાનો પ્લાન ન હતો. એમ જ મગજમાં વિચાર ચડ્યો કે આ મૈસુરના ટીપું સુલતાન વિષે ખુબ સાંભળ્યું- વાંચ્યું છે તો કેમ એકવાર મૈસુર ન જઈ આવું?

…અને થોડું ગૂગલ કર્યું તો ખબર પડીં કે આ તો વધુ દૂર નથી.

Uber cab ની સ્કીમમાં ૩૦ રૂપિયામાં મારા બેંગ્લોરના કોરમંગલા થી બસ સ્ટેશન પહોચી ગયો. અને ત્યાં મૈસુરની બસમાં બેઠો અને એક મસ્ત ખાનદાની માણસ મળી ગયો.

img_20161127_151614269

એમનુ નામ સ્ટીવન. પણ એ ચશ્માં પહેરે એટલે સ્ટીફન કિંગ જેવા લાગે. એ કેરાલામાં રહે છે. ચીકન મસાલા બનાવતી કંપનીમાં મેનેજર છે. કામ માટે મૈસુર જાય જતા હતા . તેને તેની જોબ ખુબ પસંદ છે. તેની જીંદગીમાં તેને કોઈ અફસોસ નથી. ખુબ ખુશ છે અને હવે એને જલ્દી મરી જઈશ એવા સપના આવે છે!  

img_20161127_154203683

શ્રીરંગપટ્ટમમાં ઉતરીને એક રીક્ષાવાળાને પૂછી ને એક સરસ મજાની હોટલમાં ગયો. આ મારું પ્રિય ખાવાનું છે. પ્લેઈન ઢોસા. એમાં પણ મૈસુરના ઢોસાનો સ્વાદ જ અલગ હોય છે.  🙂 

શ્રીરંગપટ્ટમ નાનકડું ટાઉન છે. એટલે હું ચાલતા ઉપડ્યો શ્રીરંગનાથસ્વામી નું મંદિર જોવા. પરંતુ રસ્તે ચાલતા-ચાલતા ભૂલો પડ્યો, અને જઈ ચડ્યો એક મજેદાર કુસ્તીની મેચમાં!

img_20161127_162200132

આ મેદાન સો વર્ષથી કુસ્તી માટે જ વપરાય છે. અહીના લોકલ માણસો કુસ્તીની મેચ માટે અંદર જઈ રહ્યા છે. અહીની ભાષા સમજાય નહી  એટલે વધુ વિગતો જાણવા ન મળે. 

img_20161127_162904412આ યુવાનોને જોઈને ખરેખર જીવ બળતો હતો. આ કુસ્તીની સંસ્કૃતિ આપણા દેશમાં લાંબુ જીવવી જોઈએ. આ યુવાનોને લડતા જોઇને નક્કી કરી લીધું કે ક્યારેક તો કુસ્તી શીખવી જ છે 🙂

img_20161127_162434835

આ પતાકડું ત્યા છોકરા બધા ને દેતા હતા. આ મેચમાં છોકરીઓ વચ્ચે પણ મેચ ચાલતી હતી. દંગલ ફિલ્મ લાઈવ જોવા મળી! રીલીઝ પહેલા જ 😉 

સાંજ ના ચાર વાગ્યા હતા. કુસ્તી આઠ કલાક ચાલવાની હતી. મોડું થાય તેની ચિંતા હતા. આ સ્થળથી મૈસુર પંદર કિલોમીટર જેટલું દૂર હતું. એટલે હું ઉપડ્યો મંદિર જોવા.

img_20161127_164852448_hdr

આ છે શ્રીરંગનાથસ્વામી નું મંદિર. જોકે રવિવારને લીધે ભીડ ખુબ હતી. હું દર્શનની લાઈનમાં તો ઉભો રહ્યો…પણ 

પછી અચાનક શું મન થયું કે હું મંદિર અંદર ન ગયો. બહાર આ ગલુડિયાને જોતો રહ્યો અને કલાક એક એની સાથે રમ્યો!

img_20161127_170307620

આ ગલુડિયું હકીકતમાં ઘોડાની સુકાયેલી લાદ ખાતું હતું! ખબર નહી તેને શું સ્વાદ આવતો હશે? (એ સ્વાદને સમજવા કદાચ ગલુડિયું બનવું પડે 😉 )

ત્યાં મેદાનમાં ફૂટબોલની મેચ પણ ચાલુ હતી. એ જોઈ.  માનો કે ન માનો પરંતુ આ દેશમાં ફૂટબોલનું ખુબ જબરદસ્ત ભવિષ્ય છે એ પાક્કું છે. અને ભારત ફૂટબોલના વર્લ્ડકપમાં રમતું હોય એ દિવસો દૂર નથી.

img_20161127_165639699

અને આ બધા વિશ્વથી દૂર મેં અનુભવ્યું એક અનોખું વિશ્વ!

અહીના સુલતાન ટીપું નું વિશ્વ.

અહોહો…એના જેવો ભાયડો ભૂતકાળમાં આ ધરતી પર જીવી ગયો હતો. અહીના જુના એક એક ખંડેરમાં ટીપુંનું શરીર સામે ખડું થતું હતું .

હું અહી એક એક ફોટોમાં તેની ભવ્યતા કહેતો જાઉં છું.

img_20161127_155737256

આ છે ટીપુંના શ્રીરંગપટ્ટમ ના કિલ્લાનું મુખ્ય પ્રવેશ. વર્ષો પહેલા અહી ઘોડાઓના ડાબલા ખખડતા હશે. અત્યારે વાહનોનો ધુમાડો દીવાલોને કાળી કરી રહ્યો છે. 

ટીપું..

આ સુલતાન ને ઘણા ફ્રીડમ-ફાઈટર પણ કહેતા. બ્રિટીશ લોકો તેને ટીપું સાહિબ કહેતા. એનો ગોળ ચહેરો, કાળી મૂછો, અને ક્ષત્રિયનો લડવૈયાનો પહેરવેશ એ સમયના અંગ્રેજોની ઊંઘ હરામ કરી ગયેલો.

એ કહેતો:

“ઘેટા બકરાની જેમ જીવીને સો વર્ષ કાઢવા કરતા હું વાઘની જેમ ખુમારીથી બે દિવસ જીવું તો મારે માટે એ બે દિવસ સાર્થક છે “

વાઘ સાથે એને એટલો પ્રેમ હતો કે એની પાસે એ છ વાઘ રાખતો. એટલે જ અંગ્રેજો એને ‘મૈસુરનો વાઘ’ કહેતા. એના શ્રીરંગપટ્ટમ ના કિલ્લામાં પ્રવેશતા જ બંને તરફ વાઘના પાંજરા હતા. આ રહ્યો ફોટો:

img_20161127_155757218

આ દરવાજો અંદર વાઘ રહેતા એવું કહેવાય છે. 

તેના સૈન્યના હથિયારોમાં પણ વાઘનું ચિત્ર રહેતું. અને સૈન્યનું નામ પણ ‘Tiger troops’ આપેલું હતું.

img_20161127_161141801_hdr

ચાલતા-ચાલતા આવ્યા- વોટર ગેટ. ટીપું આ ગેટ વડે કાવેરી નદીના પાણીને કિલ્લા ફરતે ઘેરી લેતો, જેથી દુશ્મનો અંદર આવી જ ન શકે!

ટીપુંથી અંગ્રેજ સૈન્ય એટલું ડરતું કે છેક ઇંગ્લેન્ડથી જનરલ હેરીસ ને ટીપું ના કિલ્લાથી બસો માઈલ દૂર મદ્રાસમાં મુકવામાં આવ્યો. અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપની એ હૈદરાબાદના નિઝામ સાથે મળીને પચાસ હજાર યોધ્ધાઓનું સૈન્ય તૈયાર કર્યું હતું. (કહેવાય છે કે એમાં ૮૦% માણસો ભારતીયો હતા. અંગ્રેજો જાણતા હતા કે વર્ષોથી એક પરંપરા આ દેશમાં ચાલતી આવી છે- ‘ભારતીયો જ દેશનું નું નાખોદ વાળવામાં મદદ કરે છે.’)

ઇ.સ ૧૭૯૯ માં કોલોનલ આર્થર વેલેસ્લીના નેતૃત્વ નીચે મદ્રાસથી એ સૈન્ય શ્રીરંગપટ્ટમના કિલ્લા પર ચડાઈ કરવા આવ્યું. એ ફેબ્રુઆરીનો મહિનો હતો. દુશ્મનોનું સૈન્ય ટીપુંના કિલ્લા પાસે કોઈ ખબર વિના જ ચડી બેઠું હતું. ટીપું પાસે ત્રીસ હજાર સૈનિકો હતા, અને સામે હતા પચાસ હજાર.

લાશોના ખડકલા થઇ ગયેલા. જયારે ટીપુંને સમાચાર મળ્યા ત્યારે એ ખુલ્લી તલવાર લઈને મેદાનમાં દોડી ગયેલો. 

કિલ્લાની દીવાલો તોપોથી તોડી નાખી, વાંસની નિસરણીઓ લઈને દુશ્મનો કિલ્લા અંદર ઘૂસી ગયા.(બરાબર એ સમયે કાવેરીમાં પાણી ન હતું અને વોટરગેટ બંધ હતા.) ટીપુંના સૈનિકોની લાશોનો ખડકલો થવા લાગ્યો. કિલ્લા ઉપર બ્રિટીશ ધ્વજ બપોરે એક વાગ્યે લહેરાયો.

…પણ યુદ્ધમાં એક ઘટના બની જે કોઈએ જોઈ નહી. ટીપું સુલતાન ખુલ્લી તલવારે જયારે દુશ્મનોને વધેરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા દુશ્મન સૈનિકની ગોળી ટીપુંની છાતીમાં ઘુસી ગઈ. ટીપું થોડીવાર પછી મરી ગયો.

એ પછી તેને નજરે જોનારા સૈનિકોનું કહેવું હતું કે ગોળી વાગી હતી પછી પણ ટીપું કલાક સુધી લડતો રહ્યો હતો.

રાત્રે ટીપુંનુ શરીર લાશોના ઢગલા વચ્ચેથી કાઢવામાં આવ્યું હતું. આ ઇન્ટરનેટ પરથી લીધેલું દ્રશ્ય અહી છે:

death-of-tipu

મેં જયારે કિલ્લાની એ તૂટી ગયેલી દીવાલોને સ્પર્શ કર્યો ત્યારે વર્ષો જુનો એ લોહીયાળ જંગ આંખો સામે ખડો થયો.

અંતે જોઈ ટીપું સુલતાન જ્યાંથી લાશોના ઢગલા માંથી મળ્યો હતો એ જગ્યા:

img_20161127_160646658

અહી એ વાઘ માર્યો ગયો.

img_20161127_160748586

આ કબર પાસે કેટલું માણસ આવ્યું હશે. આ જગ્યા પર અંગ્રેજ લોર્ડ દ્વારા આ તકતી મુકવામાં આવી છે. એક નોસ્ટાલ્જીયા નો અનુભવ હતો એ.

બસ… પછી શું જોવાનું હોય.

એક આંબલીનું ઝાડવું જોયું જેના પર કાતર તો જુઓ!

img_20161127_160142782_hdr

થોડા કાતરા ખાધા, અને સાંજ પડી ગઈ.

સાંજે મૈસુર જવાની બસ મળી ગઈ. હું ચાલ્યો મૈસુર તરફ… 🙂

શિયાળાની મૈસુરની સાંજ અદભૂત હતી. હું સીધો જ મૈસુર પેલેસ ગયો.

img_20161127_180145120_hdr

સાંજના સાત વાગ્યા હતા. માણસો મૈસુર-પેલેસની લાઈટીંગ જોવા આવવા લાગ્યા હતા. 

img_20161127_180203129_hdr

સાંજનો મોજીલો સુરજ કિલ્લાની સુંદરતામાં વધારો કરતો રહ્યો.

img_20161127_180301280_hdr

img_20161127_182703468

પણ થોડું અંધારું થયું અને માણસોના બનાવેલા હજારો બલ્બ ચાલુ થવા લાગ્યા. એક પછી એક. જાણે સાંજનો સુરજ આ મહેલ પર જ આથમી ગયો. 

img_20161127_183501742

રાત્રીના આઠ વાગ્યે…

img_20161127_191051051

રાત્રે સાડા આઠે… એ વર્ષોમાં અહીના રાજાઓ કેવું અનુભવતા હશે આની અંદર રહીને.

img_20161127_175737064

આ બતાવવાની રહી ગયેલી એવી – ચામુંડી હિલ્સ. આ ટેકરીઓ પરથી આખું મૈસુર દેખાઈ. જોકે હું સાંજના સમયે તો જઈ શકું એમ ન હતો.

img_20161127_194506418

મહેલ જોયા પછી હું ગયો ફૂડ-સ્ટ્રીટમાં. અને ત્યાં જોવા મળ્યો આવડો મોટો ચોખાના લોટ નો પાપડ! અહીના લોકો આને લુખો ખાય તો મેં પણ ખાધો.  આ પાપડ નહી, પણ મારી બાજુમાં ઉભેલા છોકરાને જુઓ. એનું નામ છે સંજય. એ પણ મારી જેમ ઘરથી બસો કિલોમીટર દૂર મૈસુર ફરવા નીકળેલો. મારી બાજુમાં આવીને ઉભો હતો અને દોસ્ત બની ગયો. તેના પપ્પા આ દુનિયામાં રહ્યા નથી. એ દુઃખ ને દૂર કરવા એ એકલો ફરવા નીકળી ગયો હતો. એના મમ્મી સરકારી સ્ટેનોગ્રાફરની નોકરી કરે છે. સંજય બી.એસ.સી કરે છે. તેને કોઈ ડ્રીમ નથી. તે ખુશ પણ નથી. તેને ખુશ રહેવું ફરજીયાત લાગતું નથી. બસ…એ મારી સાથે ખુબ રખડ્યો. 

img_20161127_194518664_hdr

મારો આ ફોટો સંજયે જ લીધો છે. તેની સાથે મેં મારી કેટલીયે વાતો કરી. અમે બંને એક મેળામાં ગયા. 

img_20161127_201901598

એ મેળામાં અમે બંને આ ડ્રેગન હોડીમાં બેઠા. હું અને એ એક છેડે જઈને ઉભા રહ્યા. ખુબ રાડો નાખી. આ મને ખુબ ગમે છે. સંજયને તો બહાર આવીને ઉલટી થઇ ગઈ! મેં એને પાણી આપ્યું અને પછી એને ભૂખ લાગી. એટલે અમે બને ખાવા ગયા એક અદભૂત આઈટમ! 

img_20161127_202917152

મૈસુરની આ સ્પેશીયલ ઈડલી ને કહે છે ‘માલીગે ઈડલી – Mallige idly’ આ ઈડલી એકદમ જાડી અને સોફ્ટ હોય છે. સમજો કે દોઢ ઇંચ જાડી ઈડલી હતી. અમે બંને એ ખુબ ખાધા પછી સંજયને સિગારેટ પીવાનું મન થયું. હવે એ છોકરાનું માન રાખવા મેં પણ પીઈ લીધી 🙂 બાકી હું નથી પીતો. 😛 

બસ…અમારી બંનેની સફર પૂરી થવા આવી હતી. રાત્રીના અગિયાર  વાગી ગયા હતા. અમે બને બસ સ્ટેશન સુધી ચાલતા ગયા. એ એની બસમાં બેસી ગયો અને હું મારી બસમાં.

પણ બસ સ્ટેશનમાં આ રેર વસ્તુ જોવા મળી!

આ ટ્રાન્સ-જેન્ડરનું ટોઇલેટ જોઇને ખુશ થવું જોઈએ કે આનો વિરોધ હોવો જોઈએ એ મને તો ખબર નથી. તમારું શું કહેવું છે? 🙂

img_20161127_211115366

તો બસ…રાત્રે બે વાગ્યે બેંગ્લોરમાં પાછો આવી ગયો. આ શહેર તો જાગતું જ હતું. હું ઘરે પહોચ્યો અને પછી આ ટ્રીપના નશામાં ઊંઘ ન આવી એટલે એક મસ્ત સીરીઝનો એપિસોડ  જોઈ નાખ્યો:

David Attenborough ની Planet Earth -2. આપણા અભૂતપૂર્વ વિશ્વના અદભૂત દર્શન કરવા BBCની આ પહેલી અને બીજી સીઝન ખાસ જોઈ લેજો. એમાં પણ મ્યુઝીક આપ્યું છે મારા સંગીત વિશ્વના સૌથી પ્રિય માણસે- Hans Zimmer. 🙂 ભૂલ્યા વિના જોજો, અને ના જુઓ તો એટલીસ્ટ David Attenborough અને Hans Zimmer વિષે વાંચીને એમના કામને જોજો. 🙂