Where to purchase my Novels?

મારી નવલકથાઓ ઘરબેઠાં મેળવવાં માટે – 9409057509 આ નંબર પર વોટ્સએપ કે ફોન કરીને તમે તમારું સરનામું અને નવલકથાની સંખ્યા મોકલશો એટલે નવલકથા આપને ત્યાં મોકલી દેવામાં આવશે.

આ ઉપરાંત આપની નજીકના કોઇપણ બુકસ્ટોરમાં કે ઓનલાઈન (લેખક કે નવલકથાનું નામ ગૂગલ સર્ચ કરીને) પણ આપ અલગ-અલગ પ્લેટફોર્મ પરથી પણ ઓર્ડર કરી શકો.

બુક “નોર્થપોલ” અહી નીચે આપેલી લીંક પર ક્લિક કરીને લેખક દ્વારા કરેલી Signed Copy મેળવી શકો છો:

Buy on Amazon

Buy on Bookpratha

Buy on Gujarati Bookshelf

Read Kindle Edition

બુક “વિશ્વ-માનવ” અહી નીચે આપેલી લીંક પર ક્લિક કરીને લેખક દ્વારા કરેલી Signed Copy મેળવી શકો છો:

Buy on Amazon

Buy on Bookpratha

Buy on Gujarati Bookshelf

Rate the book on Goodreads

Read Kindle Edition

વિશ્વ માનવ review

અને પછી એનો ફોન આવે છે . એ કહે છે કે મેં એક નૉવેલ લખી છે , અને મારી ઇચ્છા છે કે તું એ વાંચે . આ તો એવી વાત થઈ કે આપણને મીઠાઇ બહુ ભાવતી હોય , ને કોઈ સામેથી કહે કે મેં એક નવી મીઠાઇ બનાવી છે , તું ખાઈ જો ! આપણે બોક્સમાંથી એક ટુકડો લઈને ચાખીએ અને જીભ છેક બહાર આવીને બાંગ પોકારે કે આપણા ગામમાં આટલી સારી મીઠાઇ તો કોઈ બનાવતું જ નથી . ભલે પહેલીવાર બનાવી છે , પણ જીભને ચટાકો રહી જાય એવી બનાવી છે …

બસ આવુ…જ કૈંક એની સાથે થયું . એણે નૉવેલ મોકલી તો દીધી , આપણે ચાલુ ય કરી દીધી … હજુ તો પ્રસ્તાવના જ વાંચી છે અને બંદા ક્લીન બોલ્ડ ! પ્રસ્તાવનામાં જ એણે લખ્યું છે : ” હું ખુલ્લો માણસ છું ; નાગો માણસ છું ; હું કેવો માણસ છું એ આ બૂક વાંચ્યા પછી તમને ખબર પડી જશે ! ” એન્ડ બિલિવ મી , જેવી એની પ્રસ્તાવના પૂરી થાય અને વાર્તા ચાલુ થાય કે તરત જ એ ખુલ્લો થઈ જાય છે , બરોબર ખીલે છે ! અને હું વિચારતો રહું છું કે યે તો અપનેવાલા હી ચ લગતા હૈ રે ભીડું ! પણ મારા રેંડમ-રઝળતા-વિકેન્દ્રિત વિચારોને ભડભડ બળતા અંગારાની જેમ આ માણસે એકઠા કરીને સુનિયોજિત રીતે એક નૉવેલમાં મૂકી દીધા છે . આટલું જબરદસ્ત કામ ગુજરાતીમાં ? એ પણ મારી જ ઉમરનો એક લબરમૂછિયો છોકરો કરે ? જ્યારે બીજા બધા જુવાનિયા વધારે લોકો વાંચે એવું લખીને ઝટપટ ફેમસ થઈ જવા માગતા હોય ત્યારે એક છોકરો પોતાની જાત સાથે સમાધાન કર્યા વગર એને જે કહેવું છે એ જ લખીને સંઘર્ષનો લાંબો રસ્તો પસંદ કરે , તો એની પીઠ થાબડવાનું જ મન થાય !

*

એવું તો એણે શું લખી નાખ્યું છે તે હું ઓળઘોળ થઈ ગયો ? એ મારો ફ્રેન્ડ છે એટલે ? ના , 2 મહિના પહેલાં તો હું એને ઓળખતો પણ નહોતો , હજુ સુધી મળ્યો પણ નથી , ફોન પર પણ 3 જ વાર વાત કરી છે . તો એણે લવ-સ્ટોરી લખી એટલે ? ના રે … 50 % લવ-નોવેલ્સ હું 10-12 પત્તાં વાંચ્યા પછી એની એ વાતો હોવાથી પડતી મૂકી દઉં છું . પણ ક્યારેક કૈંક એવું વાંચવા મળી જાય જે મનને હિલોળા લેવડાવે અને મગજને ચકરાવે ચડાવે – બસ આ નૉવેલે એ જ કામ કર્યું . દુનિયા એની એ જ , ઘટનાઓ એની એ જ , માણસો એના એ જ – પણ એ બધાને જોવાની પોતાની આગવી નજર !

આ બૂક કઈ ? બજારમાં આવી ગઈ ? ના ભાઈ … હજુ તો પબ્લિશ પણ નથી થઈ . અરે આ સાલાએ હજુ તો એનું ટાઇટલ પણ ડિસાઇડ નથી કર્યું , બોલો . પણ એણે જે લખ્યું છે એ જો છપાઈ જશે તો ક્યારેક એનું કામ મોડર્ન ગુજરાતી ક્લાસિક્સમાં ગણાશે એવો મને વિશ્વાસ છે . તમે તમારા કોઈ સપના માટે કઈ હદે જઈ શકો ? આ ભાઈને લખવાનું એવું ભૂત ચડેલું કે નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું , તો ય ખાવા-પીવાનું ભૂલીને એણે એની બૂક પૂરી કરી છે . આ ઉમ્મરે આટલું ડીટેલમાં એ લખી કેવી રીતે શકે એ હું વિચારતો હતો , એનો જવાબ સવારે જ એણે ફોન પર આપ્યો – ” હું સાવ ખાલી થઈ ગયો છું – બધી રીતે . મારી પાસે હતું એ બધું જ મેં આ બૂકમાં નિચોવી નાખ્યું છે ! ”

અને ચીલાચાલુ ગુજરાતી વાર્તાઓથી અલગ કૈંક- મગજમાં 440 વોલ્ટના વીજળીના ઝબકારા થાય એવું- વાંચવું હોય તો એણે શું નિચોવ્યું છે એ વાંચવું પડે . પણ એ માટે એ છપાવું ય જોઈએ ને ! ઘરેડમાં જ લખતા ઘરડા લેખકોને છાપવાનું બાજુએ રાખીને પણ પબ્લીશર્સે આવા કોઈ યંગ-ગનને છપાવાનો મોકો આપવો જોઈએ . એણે છપાવા જેવું જાનદાર લખ્યું હોય ત્યારે તો ખાસ ! નહીં તો પછી યુવાનો ગુજરાતી સાહિત્ય પ્રત્યે ઉદાસિન છે – અંગ્રેજીના મોહમાં ગુજરાતી ભૂલી રહ્યા છે – એવી બધી દંભી હાયવોય કરવાની બંધ કરી દેવી જોઈએ . આ મારો જરાય નમ્ર નહીં એવો અભિપ્રાય છે !

અને હા , જો એની આ બૂક પબ્લીશ થશે તો હું ચોક્કસ અહી જ એ વાત શેર કરીશ . એના વિષે બીજા કેટલાક લોકો પણ કદાચ લખતા રહેશે જ . લાયક હોય એને તમે છુપાવી તો ના જ શકો ને ! અને મને શું મળશે ?? હમ્મ … ગમતું હોય એને ગૂંજે ના ભરીએ , ગમતાનો કરીએ ગુલાલ !!

*

આ પ્રેમનો અજીબ સિલસિલો મને સમજાઈ ગયો છે , મારા અબ્બા-મમ્મીને પણ સમજાઈ ગયો હતો … કે લવમાં નથી તમને કોઈ પકડતું , કે નથી તમે ભાગી શકતા !

  • જીતેશ દોંગા

(A review by Vaibhav. Origionally posted by him on Facebook)

ત્રીસ વરસનું સિક્રેટ

જસ્ટ પાંચ મિનીટ પહેલા જ જમતા-જમતા મેં મારા બાપુજીને (પપ્પાને) મિસ્ડ કોલ કર્યો. તેમનો સામેથી ફોન આવ્યો. તે પણ જમતા હતા એટલે મારા બા ને (મમ્મીને)ફોન આપ્યો.
Me: છોકરો ભુલાઈ ગયો લાગે છે. આજે સવારનો ફોન કેમ ના કર્યો?
Baa: ના ભાઈ…તારા બાપુજીને હમણાં પરાણે જમવા બેસાડ્યા. આજકાલ તારો ફોન ના આવે એ પહેલા જમવાની ના પાડી દે છે.
(મનમાં બાપુજીને એક ટાઈટ હગ કરવાનું મન થયું. મનમાં બીજો વિચાર: મેં ક્યારેય આવું કર્યું?)
Me: તો બા…તમે જમી લીધું?
Baa: ના. મારે તો આજે ગુરુવાર છે.
Me: હવે આ ઉમરે વાર રહેવાથી વજન નહી ઉતરે બા.
Baa: વજન ઉતારવા નથી રહેતી.
Me: તો?
Baa: ઉપવાસનું કારણ કોઈને ન કહેવાય.
Me: બા…કારણ મને ખબર છે…એક: હું વહેલા છોકરીઓ જોવાનું ચાલુ કરું એ માટે…અને બીજું: મને સારી છોકરી મળે એ માટે. (મને પાક્કી ખબર છે. આ માટે એ શનિવાર રહે છે)
Baa: ના ના…આતો તારા બાપુજીને હમણાં હાથ દુ:ખતો એ માટે ગુરુવાર માન્યા છે.
Me: તો મારા બાપુજીએ તમારી કમર દુ:ખતી એના માટે ક્યારેય કોઈ વાર માન્યો? (મારી અંદરનો ફેમિનીસ્ટ બોલ્યો!)
Baa: હાસ્તો…હજુ થોડા દિવસ પહેલા જ સતાધાર ચાલીને ગયા હતા.
(બાપુજીને બીજી વાર ભેંટી પડવાનું મન થયું.)
Me: તમને લાગે છે કે આ માનતા-બાધાઓથી દુનિયામાં કે શરીરમાં કઈ બદલવાનું છે બા?
Baa: રોગ મટે કે ના મટે…તારા બાપુજીએ મારા માટે માનતા માનીને જે ભાર લીધો એને ભરવા માટે વાર રહેવો જોઈએ એવું મને લાગે છે. એ ચાલીને સાઈઠ કિલોમીટર જાય તો મારે છ ગુરુવાર રહેવા જ જોઈએ. (હવે મને બા ને વળગી પડવાનું મન થયું!)
Me: બંને સમજીને કોઈ માનતા-ઉપવાસ ન કરો તો?
Baa: એટલી બધી સમજણ નથી જોઈતી. અમારે તો આમ જ ત્રીસ વરસ એકબીજા માટે ક્યારેક-ક્યારેક ભૂખ્યા રહીને નીકળી ગયા છે.
Me—-Speechless—-Tears.

નવલકથા ‘વિશ્વમાનવ’ ની પ્રસ્તાવના

હું આ દુનિયા માં જન્મી ને સડતા- ગંધાતા માણસોને જોઈ રહ્યો છું. એમના જીવન માત્ર અમુક સારી બનેલી ઘટનાઓ ની યાદો નો ઉકરડો બની ને રહી જતા હોય એવું મને લાગે છે. આ લોકો ચંદ્રકાંત બક્ષી કહે છે તેમ દિલ ફાડી ને જીવી શકતા નથી. પોતાના જીવન નો મોટો ભાગ જ્યારે આપણે કામ કરવા માં વિતાવીએ છીએ ત્યારે આ બધી ફ્લોપ જિંદગીઓ તેઓ જે કામ કરે છે તેને ધીક્કારવામાં અને બળતરા કરી કરી ને દિવસ પસાર કરવામાં મશગુલ રહે છે. તેઓ આવા બોગસ કામની પાછળ બગાડેલા કલાકો અને દિવસો ની સાર્થકતા દર મહિનાને અંતે મળતા પગાર ની નોટો માં જુએ છે. આ બધા માણસો પરિસ્થિતિનો સ્વીકાર કરી લેતા ટોળા માં જન્મીને ટોળા માં ભરાઈ રહેલા નપુંસક ઘેટાઓ છે. જ્યારે તેમની કહાની પૂછો તો તે પાંચ વાક્યો માં ખતમ થઇ જાય છે. તેમને જ્યારે તેમને ખબર નથી એવી ફ્લોપ-લાઈફ નું કારણ પૂછો ત્યારે છાતી ફુલાવીને કહે છે કે ‘સમાજ માં રહેવું હોય તો આવું બધું કરવું પડે…સમાજ ની નજરો માં નીચે પડી જઈએ…તમે બધા મોટા થશો એટલે ઠેકાણે આવી જશો.’

એક યુવાન માટે આવા જવાબો સામે ગળા માંથી એક જ અવાજ નીકળવો જોઈએ: થું…..!

આ પબ્લિક એ  નથી સમજતી કે જે સમાજની નજરો માં સારા દેખાવાની અને સૌને ખુશ રાખવાની તેઓ કોશિશ કરી રહ્યા છે તે સમાજ આંધળો છે…અને બહેરો પણ. કારણ કે એ આખો સમાજ તમારા જેવા બોગસ બહેરા થી જ તો બન્યો છે! તે માત્ર તમને સુંઘે છે, અને તમારી સફળતા ની સુગંધ પારખીને બળતરા અને તમારી નિષ્ફળતાની વાસથી ખીલખીલાટ કરવા ટેવાયેલો છે. હું જ્યાં-જ્યાં નજર કરું છું ત્યાં આવા ડરપોક મળે છે. બધા નથી હોતા પણ મેજોરીટી એમની જ છે. આ બધા જ તો વળી અડધા સળગેલા લાકડાની જેમ ધુમાડીયા બનીને સમાજનો માનસિક વિકાસ અટકાવી બેસે છે. આ લોકોની વાસી જીંદગી જ તેમને માટે તેમના ખુદ ના સર્જેલું સત્ય છે, એટલે આ બધા આવનારી પેઢીઓને- જનરેશનને એ માર્ગે દોરતા જાય છે. આ ગંધાતી પબ્લિક શોપિંગ કરવા જતા હોય તેમ છોકરી જોવા જાય છે, કૃત્રિમ પ્રેમ જગાડે છે, પરણી ને સ્થિર થાય છે, સંતાનોમાં છોકરો થાય ત્યારે પ્રોડક્શન અટકાવે છે, થોડા સારા કામ થાય તો ઠીક બાકી ‘કમાવામાં’ જ બધું જાય છે. અને આ બધું જ જોઇને મારું હૃદય દુભાય છે!

સનાતન સત્ય કઈંક બીજું હશે પણ આ મારું સત્ય નથી જ. આ માણસો ને હું ધિક્કારું છુ. તેમના દિમાગ તેમને ન ગમતા યંત્ર-વત કામો કરવામાં કાલ્પનિક રીતે સુખી થઇ રહ્યા છે. તેમના માટે સુખ એટલે સાંજે થાકીને ઘરે આવ્યા પછી જમીને સુઈ જવું અને રજાના દિવસોની રાહ જોવી. રજા મળ્યે કમાયેલા રૂપિયા ઉડાડીને બનતી મોજ કરી લેવી. પ્રેમ-પેશન-પરિવર્તન કશુજ નહિ! તમે વળી એક્સક્યુઝ આપો છો કે અમે કુટુંબ ને નિભાવ્યું છે! એતો જનાબ જંગલ નુ કુતરું પણ કરે છે. હા…તમે કર્યું તે રીતે કઈ ખોટું નથી પરંતુ જે અંદરની- ખુદની નાગાઈ છે તેનેતો તમે લાઈફ-ટાઈમ છુપાવી જ છે. પોતાને ગમતું કામ કરવામાં ક્યારેક નિષ્ફળ થઈને ક્યારેક રસ્તે રજળવું પડે તો સમાજ માં નાક કપાવાનું નુકસાન દેખાય છે. ક્યારેક અલગ રસ્તો અનુસરીને ભાગ્યમાં ભૂખ્યા રહેવાનું આવેતો જિંદગીની ખુવારી દેખાય છે.

મારે એવી માનવજાત જોવી છે જે સરહદો તોડીને પ્રેમ કરે, જે રીવાજો તોડીને આગળ વધે, જે સંઘર્ષ-સાહસ ને ચાહે અને છાતી ઠોકી ને કહે કે ‘હું મારું ગમતું કામ કરીને પરિવાર ને ખવરાવું છું. હારું છું, પડું છું, પણ મારા આદર્શો ને લાકડી બનાવીને જ વારંવાર ઉભો થાવ છું.’ એવા માણસો કે જે પોતાના છેલ્લા શ્વાસ લેતી વખતે જ્યારે પોતાની મસળીને જીવેલી જિંદગીને યાદ કરે ત્યારે અફસોસ નાં કરવા જોઈએ. જેમને પોતાના જીવેલા સુખ કરતા ઘસારાનો- દુખ નો વધુ રોમાંચ હોવો જોઈએ. જેને પોતાની છેલ્લી વિતાવેલી મીનીટનો પણ સારા ઉપયોગનો હિસાબ હોવો જોઈએ.જેઓ ખુશ હોય ગમે તે ભોગે!

હું જોઉં છું આવું જીવતા મહાન લોકોને, પરંતુ તેઓ મારી આંગળીનાં કાપાઓ ની અંદર ગણાય જાય છે. આવું જીવી ગયેલા પણ ઘણા છે પણ મારે આખો જમાનો જોવો છે! મને દિવસે દેખાતો સમાજ અને રાત્રે સપનામાં દેખાતો સમાજ અલગ છે. મારે પેલા સપનાઓમાં જીવવું છે. હું જીવીને દેખાડીશ. મારા પાત્રો એવું જીવી ને દેખાડશે. મારા પાત્રો કોઈ ફ્લોપ-બોગસ માણસો નથી પણ રીવાજો તોડીને આગળ આવેલા, ઘણા ભૂંસાઈ ગયેલા મારા સપના ના કિરદાર છે.

હું બાવીસ વરસનો એક યુવાન (સાચા અર્થમાં યુવાન!) અને બળવાખોર લેખક છું. હજુ જેને માટે પોતાના સપનામાં દેખાતો સમાજ રચવાનું બાકી છે. મારું સ્વપ્ન ગાંડું છે એ મને ખબર છે…પણ તોયે એ તમને કહી શકું એટલી હિમ્મત છે ખરી! મારી આ કહાની આપણા આવા સમાજ નું પ્રતિબિંબ છે. હા. હું આ પાત્રો નું પ્રતિબિંબ છું. મારા લખેલા આ બધા જ શબ્દો એ અત્યારના સમય નું પ્રતિબિંબ છે. મેં લખેલી ગાળો પણ અત્યારે બોલાતી ગાળો છે. અને મને આ બધું મારા રીડર દોસ્ત ને વંચાવી ને કોઈ માનસિક નુકસાન કરતો હોઉં એવું લાગતું નથી. મેં મારો લેખક ધર્મ નિભાવ્યો છે. વાચક પોતે પોતાનો ધર્મ નિભાવે તેની અપેક્ષા રાખું છુ. જો યોગ્ય ના લાગે તો મારી આ બુક શાંતિથી મૂકી દેવી, યા તો બાળી નાખવી, યા તો ટીશ્યુ પેપર ની જેમ વાપરી લેવી. છેવટે વાંચક નો ધર્મ એક જ છે: પૈસા વસુલ કરવા.

જય લિટરેચર…!!!

લી. જીતેશ દોંગા.

A Letter to my Juniors

colleege-days-poem

Warning:
This letter contains its writers typical philosophy and advice which he has experienced all his life! So it is up to you to digest or throw the things written in the letter! 🙂
And one more thing…The letter contains three pages of all his experiences in the college-life and free advice on ‘What to do and Not to do’ in college life, so if you do not like all this friendship and enjoyment kind of stuff and if you are the class topper then please do not read this crap! 🙂
Again add one point- That here if writer has written “You must fail”, then it does not mean that you should bring AT-KTs in your engineering. It means that try new things, and its okay if you fail. So mind it!!…

Click on “Letter” to download it.
Here…
Letter

માબાપની એક વાત

Image

“તું જ તારો ભાગ્ય વિધાતા છે. હું અને તારા બાપુજી માત્ર તારી યાત્રા ના પુરક છીએ, કારણ કે છેવટે તો તારી અમૂલ્ય જીંદગી નો ઘડવૈયો તું ખુદજ છે. તું જેવા મનુષ્યનું સર્જન કરવા માંગે છે તે માટે મંડી પડ, કારણ કે એજ આપણા સૌના જીવન નું અંતિમ ધ્યેય છે. અને હા દીકરા, એક વસ્તુ યાદ રાખજે; તું જે વિચારે છે એજ તું છે, એજ તું બનીશ, અને એજ અમારા સૌના જીવનની સાર્થકતા છે. અમે તો માત્ર માં-બાપ તરીકે તારા માટે પ્રેમ ના પુરક છીએ, માટે તારે અમારા સપનાઓ મુજબ નહિ પણ તારા સપનાઓ મુજબ જીવતર નું ઘડતર કરવાનું છે. બેટા…મારું મન તો કહે છે કે- તું જે બનીશ તેના થી જ અમે ખુશ થાશું.”
ગઈ કાલે મારા બા એ જયારે ફોન પર આ વાત કરી ત્યારે તેમના આ દીકરા ની આંખમાં માબાપ પ્રત્યેના અખૂટ પ્રેમ, ગર્વ ને જુસ્સા ભર્યું આંસુ સરી પડ્યું. તેમની લાગણીઓ ને મેં મારા શબ્દો માં મૂકી છે .મારા માબાપ એકેય ચોપડી નથી ભણ્યા, પરંતુ એમની ભલમનસાઈ, મોટાઈ, અને તેમના સંતાનોના જીવન પ્રત્યે નું અમુલ્ય ભણતર અમને આખા પરિવાર ને ઘણું શીખવે છે.  તેઓએ ક્યારેય મારા પર પોતાના સ્વપ્ના ઓનો ભાર નાખ્યો કે નથી મને પોતાની ઈચ્છાઓ ની કોટડી માં ગોંધી રાખ્યો.

મારા બાપુજી ને વાંચતા- લખતા આવડે છે પણ પર બા ને તો હમણાં જ મેં સહી કરતા શીખવ્યું. પરંતુ ઈશ્વરે તેમને બંને ને પોતાનો આત્માનો અવાજ આપ્યો છે. મારી ચાર મોટી બહેન અને હું સૌ સાયન્સ ભણેલા ડોક્ટર- એન્જીનીયર છીએ. એમની મૂંગી મહાનતા ને અહી પોકારવા બેસું તો જીવન આખું ટુકું પડે. તેઓએ હર હંમેશ પાછળ થી હોંકારો આપ્યો છે અને અમને સૌને ત્રાડ પડતા શીખવ્યું છે. તેઓ અમારા જીવન રૂપી બગીચાના માળી પણ છે અને સંસ્કાર રૂપી ફૂલો ને સુગંધ આપનાર સર્જનહાર પણ..

આવું બધું લખવા માટે મન દોડી આવ્યું કારણ કે આજે જ બા કેહતા હતા; “તારું પસ્મિત (તેમને પ્લેસમેન્ટ બોલતા નથી આવડતું) થઇ જાય એટલે કેજે; મારું જીવંતિકા માનું વ્રત છે ને તારા બાપુજી ને બે ચાર માનતા પણ છે. તારા બાપુજીને તો આખું ગામ ધુમાડા બંધ જમાડવું છે.”…હું તો કશું જ બોલી ના શક્યો. મારી બા આમેય મારા માટે લાખો પથ્થર પૂજ્યા છે.  હું તો એજ ઇચ્છું છું કે તેમને જીવનભર પરમ પરમાત્મા ની જેમ પુજતો રહું. તેમણે મારી ભીની ગોદડી થી માંડી ને ભીની આંખ પણ લુંછી છે.

આમ તો કોઈ મુર્ખ જ તેના માબાપ વિશે લખવા બેસે, કારણ કે કેટલું લખવું? પણ હું તે મુર્ખામી કરવામાં ગર્વ અનુભવું છું. હું તો કહું છું કે જયારે એ દીવો ઓલવાય જાય ત્યારે તેમના ફોટા સામે બેસીને આંસુ પાડવા કરતા અત્યારે હૃદય થી ભેટી લેજો, તેમના પ્રેમ રૂપી દરિયામાં તમારા જીવન ની ખળ ખળ વેહતી નદી ને સમાવી દેજો. તેમની જીવન ભર ની માનતાઓ નો ભગવાન જવાબ આપે કે ના આપે, પણ દીકરા તરીકે આપણે તો તેમની ઈચ્છાઓ ને સાકાર કરવી જ રહી. મને તો તેમાં જીંદગી ની સાર્થકતા દેખાય છે…તમારું શું કેહવું છે?