About Jitesh!

વિશ્વમાનવ નવલકથા માંથી:

માણસનો પૂરો પ્રામાણિક પરિચય તો હજારો સારા-નબળા સત્યોથી ઘવાઈ જાય! હું અહીં પ્રયત્ન કરું છું કે સત્ય લખું:

હું જીતેશ દોંગા. પિતા- કાળુભાઈ દોંગા. મા- હંસાબેન દોંગા. (આ મારી જનેતાનું નામ એટલે લખ્યું કારણકે એનું ધાવણ ધાવીને જ મારી સપનાઓ જોવાની તાકાત આવી છે.) અમરેલીના સરંભડા ગામના ખેડૂત પરિવારમાં જન્મ. ૨૩-૦૮-૧૯૯૧.

૨૦૧૭ સુધી આ વિશ્વની સફર કંઇક આવી રહી: બાળપણ મારા ગામમાં અને ખેતરમાં જીવાયું. દસમાં ધોરણ સુધી ગામની શાળામાં ભણીને મેં સાયન્સ રાજકોટમાં પૂરું કર્યું. મારું ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ ચાંગામાં કર્યું. કોલેજમાં ખબર પડી કે કૂદરત મારી પાસે વાર્તાઓ સર્જાવવા માંગે છે એટલે કોલેજ પછીના ત્રણ વર્ષમાં અલગ-અલગ કેટલીયે નોકરીઓ કર્યા પછી લેખક તરીકે જ જીવવાનું પસંદ કર્યું.

આ સફર હજુ ચાલુ છે. આ ધરતી પરનો સમય નિચોવીને જીવવા મથી રહ્યો છું. બની શકે કે તમે આ પરિચય વાચો છો ત્યારે આ મુસાફર હોય, ન હોય, પરંતુ જો હું જીવતો હોઈશ તો મારા પુરા જનૂનથી ક્યાંક આ ધરતીના ખોળે જીવતો જ હોઈશ, અને જો સફર પૂરી થઇ ગઈ હશે તો મારી કબર પર લખાઈ ગયું હશે કે ‘આ માણસ પોતાના જનૂનથી જીવ્યો હતો’.

લખવું, વાચવું, રખડવું મારું જીવન છે. મ્યુઝીક અને ફિલ્મો મારા મનગમતા રસ છે. સ્પેસ-સાયન્સ પણ મને ખુબ ગમે છે. પરંતુ સૌથી વધુ મજા આવે છે જાતને-જગતને-અને જીવનને સમજવાની અને પ્રેમ કરવાની.

મારું સપનું છે કે એક દિવસ દરેક લાઈબ્રેરી કે બૂકસ્ટોરમાં ‘જીતેશ દોંગા બુક્સ’ નામનો સેક્શન હોય જ્યાં દરેક ગુજરાતી માણસ દોડીને જતો હોય. આખા જીવનમાં અમુક નવલકથાઓ જ લખવી છે, પણ વાચકના સમય અને રૂપિયા વસૂલ થાય તેવી! આશા છે કે આ પુસ્તકમાં વસૂલ થયા હોય. મારા પુસ્તકો કેવા લાગ્યા, અને શું ગમ્યું- શું ન ગમ્યું એ મને જરૂરથી કહેજો. મારા વાચકોની તાળીઓ હોય કે તમાચાઓ મને વ્હાલા જ રહેશે. જરૂરી છે.

ખેર…જાતના વખાણ તો ઘણા હોય. મર્યાદાઓ તેનાથી પણ વધુ હોય. મારું કામ બોલ્યા કરે એવી આશા સાથે…

-જીતેશ

 

નોર્થપોલ નવલકથા માંથી:

જીતેશ દોંગા (પિતા: કાળુભાઈ દોંગા. માતા: હંસાબેન દોંગા) નો જન્મ ૨૩ ઓગસ્ટ, ૧૯૯૧ના રોજ અમરેલી (ગુજરાત)ના નાનકડા ગામ સરંભડામાં ખેડૂત પરિવારમાં થયો. પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી સ્કૂલમાં પૂરું કર્યું. દસ ધોરણ પછી રાજકોટમાં સાયન્સ પૂરું કર્યું, અને ચાંગા (આણંદ) થી પોતાનું ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું. એન્જીનિયર બન્યા પછી બે વર્ષમાં જીતેશે અલગ-અલગ તેર જેટલી નોકરીઓ કરી પરંતુ પોતાનું ગમતું કામ વાર્તાઓ સર્જવાનું હોયને તેણે લેખન ક્ષેત્રે જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. જીતેશની પહેલી નવલકથા વિશ્વમાનવ ૨૦૧૪માં પ્રકાશિત થયેલી. વિશ્વમાનવ થોડા જ સમયમાં લોકચાહના પામ્યા બાદ ૨૦૧૭માં બીજી નવલકથા નોર્થપોલ પ્રકાશિત થઇ, જે ગુજરાતી સાહિત્યમાં નવો જ વમળ પેદા કરવામાં સફળ રહી.

વાચન, લેખન, એકલા પ્રવાસ, સિનેમા, અને મ્યુઝીક જીતેશનું જીવન છે. તે હંમેશા વાર્તાઓ લખીને જ જીવવા માગે છે.

-પ્રકાશક

વેબસાઈટ: jiteshdonga.com

મેઈલ: jiteshdonga91@gmail.com

Wikipedia: https://en.wikipedia.org/wiki/Jitesh_Donga
જીતેશ દોંગા ફેસબુક પ્રોફાઈલ: Facebook- Jitesh Donga
પેજ: Facebook Page

Goodreads Author profile : Click here

 

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s