ગયા ઉનાળે પોંડીચેરી ગયેલાં. હું અને કલ્પિતા. કોઈ પ્લાન નહીં. શનિવારે સવારે સાત વાગ્યે ઉઠીને થયું કે ચાલો ક્યાંક જવું છે અને તરત જ બ્રશ કરીને, ચા પીઈને, મારી ઓફીસ બેગમાં એક-એક જોડી નાઈટડ્રેસ નાખીને ઉપડી ગયા. અમારું દરેક ટ્રાવેલિંગ કોઈ પણ પ્લાન વિના હોય.
એટલું અન-પ્લાન્ડ કે અમે પહેલાં બસસ્ટેશન કે રેલ્વે સ્ટેશન જઈએ અને પછી નક્કી કરીએ કે હવે કોઈ બસ કે ટ્રેન ઉભી છે જેનું બોર્ડ જોઇને ત્યાં જવાનું મન થાય!
અમે પોંડીચેરી, તમિલનાડુ, કર્નાટકના નાનાં-નાનાં ગામડાં બધું આમ જ રખડેલાં છીએ.
બેંગ્લોરના અમારા ઘરથી બહાર નીકળીને પછી તરત જ મેઈન રોડ પર આવ્યાં અને એક બસ પોંડીચેરી જઈ રહી હતી. કશું વિચાર્યા વિના બસમાં ચડી ગયા!
સાત કલાક પછી અમે પોંડીચેરીમાં હતાં. રસ્તામાં બસ જ્યાં ઉભી રહે ત્યાં ઢોસા કે ભાત-સાંભાર ખાઈ લીધેલા.
પોંડીચેરી જઈને શું કરવું એ બસમાં હું ગૂગલ કરતો હતો અને થયું કે સીધા દરિયાકાંઠે જતાં રહેશું અને બે દિવસ ત્યાં જ પડ્યા રહેશું!
બપોરે ત્રણ વાગ્યે દરિયે પહોંચ્યા.
દરિયે જઈને એક દુકાન પર ચા પીધી અને અમે બીચ પર બેઠાંઆ કાળા ચીકણા અને ગરમ પથ્થરો પર પડ્યા-પડ્યા આકાશ સામું અને દરિયા સામું જોતાંજોતાં જીવન વિષે વિચાર્યા કરવાનું ખુબ જ ગમે 🙂કલ્પિતાના પગ મને ભારે ગમે!સાંજ પડી. અમે બંનેએ એકબીજા વિષે ખુબ વાતો કરી.મને યાદ છે. આ ફોટો પાડતી વખતે હું કલ્પિતાને મારા સપનાં કહેતો હતો.અને આ ફોટો વખતે એ મને કહેતી હતી કે – હું વધારે પડતો જ સપનાઓમાં જીવનારો માણસ છું. એને ક્યારેક બીક લાગે કે આ નાલાયક ક્યાંક એકલો જતો ન રહે રખડવા અને પછી પાછો નહીં આવે તો!રાત્રે ચાલતાં-ચાલતાં અમે એક બ્રીજ પર પહોંચ્યા જ્યાં પાણીમાં ઉભા-ઉભા અમે ફરી એક ફેરીયાં પાસેથી ચા પીધી.તે દિવસે સાંજ સુધી ત્યાં રખડીને પછી ભૂખ લાગી એટલે શહેરમાં ગયા. એક મસ્ત જગ્યાએ વુડ-ફાયર્ડ પીઝા ખાધા.એક હોટેલમેં ઓયો પર બુક કરાવી. રાત્રે ત્યાં રૂમમાં મસ્ત એવી બીયર લગાવીને મેં એક નવલકથા ભેગી લીધી હતી – હારુકી મુરાકામીની.કદાચ Windup bird chronicle હતી. એ વાંચી.
આ વાર્તાનો આ ફકરો એ સમયે ભારે સ્પર્શી ગયેલો. અત્યારે આ લખું છું ત્યારે કશું સમજાતું નથી 😉
બીજે દિવસે સવારે અમે ઉઠીને, બ્રશ કરીને, ચેકઆઉટ કર્યું અને પછી ઉપડ્યા અમારી પ્રિય ઈડલી ખાવા.
નાસ્તો કરીને એક સ્કૂટી ભાડે લીધી. ૫૦૦ રૂપિયામાં. પેટ્રોલ આપડું.
ઉપડ્યા શ્રી અરવિંદના આશ્રમમાં.
અહીં કઈ જામેલી નહીં. પણ બધુંય જામે થોડું 😉અહીં જામ્યું.અહીં મેં એમ કહેલું કે – કુદરતમાં ઉધઈ જેવું માઈક્રો આર્કીટેક્ચર માણસ ક્યારેય નહીં કરી શકે.જ્યારે આ આશ્રમની સ્થાપના થઇ ત્યારે વિશ્વ આખાના પ્રતિનિધિઓ આવેલાં અને આ એ સમયનો ફોટો છે. કેવી અલૌકિક ક્ષણ હશે. એ માનવીઓ કેવાં મહાન વિચારો ધરાવનારા હશે!ફુલડું છે.
પછી અમે ફરી દરિયે ઉપડ્યા. આ વખતે અલગ જગ્યા એ ગયેલાં કદાચ. પણ યાદ નથી. ફોટા મસ્ત પડેલાં મારા સાવ સાદા મોટોરોલા ફોનમાં.
અહીં પથ્થરો વચ્ચે રમતાં કરચલા જોવાની મોજ પડેલી.રાણી અને દરિયો 😉એકદમ અંધારું થયું ત્યારે આ દૃશ્ય ખુબ ગમેલું.
બીજે દિવસે સવારે પછી એક તળાવ કાંઠે રખડવા ગયા અને પછી થાક્યા. તો બપોર નજીક ફરી બસ પકડવા શહેરમાં ગયા.
એ દિવસના રેન્ડમ ફોટો.ગાયે એક્ચ્યુલી ફૂટબોલને કિક મારેલી!આ ફોટો એકલો રહી ગયો હતો. એને ખોટું ન લાગી જાય એટલે પુંછડે લાગવું છું. 😉
તો આમ જાત્રા પૂરી થયેલી.
કોઈ કારણ વિના, કોઈ ટાઈમટેબલ વિના, કોઈ પ્લાન વિના એમ જ ફરવાની મજા જ અનોખી છે. ટ્રાય કરજો એકવાર.
જો આવી જ અનપ્લાનડ લાઈફ હોત તો રોજ બધાની..જેમાં કોઈ ટેન્શન નઈ, કાંઇ પણ બીજું વિચારવાનું નઈ, બસ કુદરત ને માણવાનું.. એ પણ ફ્રી માં.. તો માણસ ને આનાથી વધારે શું જોઈએ..મોજ પડી ગઇ હશે….ને..😊👌
Be Without plan better journey than prepared plan..
LikeLike
કોઈ જ પ્લાન વિના અને મરજી મુજબ ઈચ્છા પ્રમાણે ફરવા જઈ શકો છો એના થી વધુ દુનિયા નું સુખ કયું હોય ભાઈ
LikeLike
તમને ભારે ગમતા પગ જલ્દી ભારે થાય અને તમારે ત્યાં ‘ઈદ’ આવે એવી શુભેચ્છાઓ 😃💐
LikeLiked by 1 person
ખુબ સરસ આવી લાઈફ જીવવા નુ સપનુ ઘણા લોકોને હસે પણ કદાચ બધા તેને પુરુ નથી કરિસકતા. જીંદગી ને ખરેખર જીવવા કરતા માણવાની મજા જ કંઇક અલગ છે…
LikeLike
જો આવી જ અનપ્લાનડ લાઈફ હોત તો રોજ બધાની..જેમાં કોઈ ટેન્શન નઈ, કાંઇ પણ બીજું વિચારવાનું નઈ, બસ કુદરત ને માણવાનું.. એ પણ ફ્રી માં.. તો માણસ ને આનાથી વધારે શું જોઈએ..મોજ પડી ગઇ હશે….ને..😊👌
LikeLike