9 Quotes on Love from Book – વિશ્વમાનવ

 

પહેલી નવલકથા ‘વિશ્વમાનવ’ એક પાગલ બાળક પર લખાયેલી નવલકથા છે. રામ, મુસ્કાન, રૂમી અને સ્વરાં આ ચાર જ પાત્ર છે. આજે વેલેન્ટાઇન ડે ના દિવસે આ નવલકથામાંથી મારા એક વાંચક પ્રકાશ જાનીએ શોધીને મને મોકલેલા ક્વોટ તમારી સાથે શેર કરી રહ્યો છું. મેં વાંચ્યા અને મને ખુબ ગમ્યા. અમુક ક્વોટ વાંચીને આંખે પાણી ભરાયું અને મનમાં થયું આ કોણ લખાવે છે? કેમ ખબર… 🙂

ક્વોટ ક્રમમાં નથી. જેમ અપલોડ થયા એમ મૂકી દીધા છે. (ખુબ જૂની ફાઈલ અને પહેલી એડીશનના સ્ક્રીનશોટ છે એટલે કદાચ પ્રૂફમાં ભૂલો હોઈ શકે. માફ કરશો.)

(1)

269
 વિશ્વમાનવ – પેજ નંબર : 269 

(2)

image (1)
 વિશ્વમાનવ – પેજ નંબર : 344

(3)

image (3)
 વિશ્વમાનવ – પેજ નંબર : 200

(4)

image (4)
 વિશ્વમાનવ – પેજ નંબર : 180

(5)

image (5)
 વિશ્વમાનવ – પેજ નંબર : 230

(6)

image (6)
 વિશ્વમાનવ – પેજ નંબર : 228 

(7)

image (7)
 વિશ્વમાનવ – પેજ નંબર : 26

(8)

image (9)
 વિશ્વમાનવ – પેજ નંબર : 220 

 

(9)

એ એક અદભુત કૃતિ છે. યાદગાર સર્જન છે.

તમને ખબર છે યાદગાર સર્જન કોને કહેવાય? એવું સર્જન કે જેને એકવાર વાંચી લીધા પહેલા તો અંદર અતૃપ્તિ જાગી ઉઠે, ફરી-ફરી તેને વાંચવાનું મન થાય, ફરી-ફરી એજ અનુભવ માંથી પસાર થવાની ઈચ્છા થવા લાગે. એની સાથે જે સમય પસાર કર્યો તેની ઠંડકનો અનુભવ દરરોજ થતો રહે. જીવનની કેટલીક દિલો-જાન ક્ષણો તેની સાથે માણી લીધાનો આનંદ મળે. બસ તમે એ રચના ને ભૂલવા માંગો જ નહિ!

એ કૃતિ તમને હસાવે, રડાવે, ગૂંચવી દે, ગમ્મત કરાવે. બધું જ…પરંતુ એ યાદગાર સર્જન ત્યારે જ બને જ્યારે તમને અંદરથી હચમચાવી દે. અંદર દિલમાં કશુંક નવું રચાતું હોય, કશુંક જુનું મટી રહ્યું હોય, કશુંક તડફડતું હોય અને કઈંક સતત બદલાતું હોય એવું લાગ્યા કરે. એ કૃતિ તમારી અંદર તોફાન મચાવી દે. જાણે એ પોતે જ તમારું અસ્તિત્વ બની જાય. તેના દરેક શબ્દ, દરેક વિચાર ઉપર ફરી-ફરીને વિચારવાનું મન થાય. એના સંવેદનોને ફરી-ફરી સમજવાની ઈચ્છા થાય. બધું કરો છતાં આપણે ખુદને તે કૃતિની બાજુમાં નાસમજ અનુભવીએ. આપણને બસ એવું લાગ્યા કરે કે હજુ તેને સમજવી બાકી છે, અધુરી છે. હજુ પણ એ રહસ્યોથી ભરપુર અને સંવેદનોથી છલોછલ છે! હજુ તો એ કૃતિમાં કેટલીયે ડૂબકીઓ લગાવવાની છે. હજુ તેની સાથે રહીને દિલમાં ખળભળાટ મચતો રહે છે.

હા. એ એક અદભુત- યાદગાર સર્જન છે. ક્યારેય ન સમજવા મળે એવું એ રહસ્ય છે. મેં એ કૃતિને મારા હાથમાં લીધી હતી. તે કહાની મેં વાંચી હતી. તેની સાથે મેં મારી ક્ષણોને વિતાવી હતી. હજુયે વિતાવું જ છું ને! એ પૂરી થતી જ નથી. જેટલા રહસ્યોને સમજતી જાઉં છું, એટલા જ રહસ્ય બાકી રહી જાય છે એવું લાગ્યા કરે છે. ઘણી વાર મને એવું થાય છે કે સાચે જ મને એ સર્જન સાથે પ્રેમ થયો છે? જવાબ ખુબ આસાનીથી મળી જાય છે. હું જ્યારે એ કૃતિ સાથે હોઉં છું ત્યારે સંપૂર્ણ હોઉં છું. મારું સર્વસ્વ મારી પાસે હોય છે. ત્યાં પ્રેમ છે, વિરહ છે, ત્યાં ભય છે, અને ખુશીઓ પણ. ત્યાં વિધાતાની રમત છે. ત્યાં મસ્તી છે, અને ઉદાસી પણ! હું હસું છું અને એ રડે છે, અને એ રડે છે ત્યારે હું પણ રડવા લાગુ છું! એની સાથે હું પણ વિચિત્ર, રહસ્યોથી ભરપુર બની જાઉં છું. એ કૃતિ જ આવી અલગ અને અટપટી છે…એટલે જ તો એ અદભુત અને સુંદર છે!

એ મારી પાસે હોય ત્યારે હું પળે-પળે હારી જાઉં , થાકી જાઉં , હાંફી જાઉં, ભાંગી પડું, ફરી ઉભી થાઉં, ફરી ચાલવા લાગુ, અને વળી પાછી થાકી જાઉં! સાચું કહું તો એ કૃતિ મને ક્યારેય માફક આવતી જ નથી…એટલે જ હું એની પાસે હંમેશા પહોંચી જાઉં છું! શું કરું? દરિયો માફક ન આવે એટલે માછલી એ કિનારે આવી જવાનું? ના… એના વિના કિનારે માત્ર તડપતી રહીશ. હું કિનારે આવી જઈશ ત્યારે એ પણ ખુદ કિનારો બની જશે. હું તો ખરી ફસાઈ ગઈ છું!

હેને રામ? તે મને સાચેજ ફસાવી દીધી છે ને?

શું કરું…તું જ તો મારી એ અદભુત-યાદગાર-વિચિત્ર-અધુરી-રહસ્યોવાળી અને મને સંપૂર્ણ બનાવી દેતી કૃતિ છે! તું જ તો એ કિનારો છે!

-તારી મુસ્કાન.   

2 Comments

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s