…અને તે દિવસે મને અહેસાસ થયો કે હું અહીં, ધરતી પર, લાંબો સમય નથી.
I am serious. 🙂
જાન્યુઆરી ૨૦૧૭ ની વાત છે. એ દિવસોમાં રોજે સવારે ઉઠું અને અચાનક મારા અંદરથી એક અજીબ અવાજ ઉઠતો હતો. હજુ ચાલુ છે.
હા…આજે ચાર મહિના પછી પણ…આ લખી રહ્યો છું ત્યારે…અત્યારે…પેલો અજીબ-અગૂઢ અવાજ મને સંભળાયા કરે છે. ભણકારા વાગે છે.
એજ કે – હું છ-સાત વર્ષમાં મરી જવાનો છું!
ડરશો નહી. મને ખબર છે મને ચાહનારા માણસો, દોસ્તો, બહેનો, સગાઓ, વાચકો આ વાચીને ડરી જશે. તમારી છાતીમાં ફાળ પડશે કે ‘જીતું આ શું લખી રહ્યો છે?’
…પણ જો હે સો હે.
સો લેટ્સ નોટ બી સિરીયસ. મોજથી આ ઘટનાને લઇએ. મજા આવશે.
જ્યારે પહેલીવાર આ ‘હું નજીકના ભવિષ્યમાં મરવાનો છું’ એ અનુભૂતિ થવા લાગી ત્યારે મારી આસપાસના વિશ્વને જોઇને અજીબ ડર લાગ્યો. ‘અખિલ બ્રહાંડમાં હું એકલો’ એ અનુભૂતિ. શબ્દોમાં નહી કહી શકું યોગ્ય રીતે.
પહેલીવાર હું મારા આત્માના અવાજ અને મગજના વિચારોને અલગ પાડીને જોઈ શકતો હતો. મેં જોયું છે કે હું જીવનમાં જે કઈ પણ ડિસીઝન કરું એમાં હંમેશા એક મૂંઝવણ હોય છે કે – આ નિર્ણય મારા આત્માના અવાજને સાંભળીને લીધો છે કે મગજના વિચારો તેના પર હાવી થઇ ગયા છે.
અંદરના અવાજ હંમેશા ચૂપ હોય છે. શબ્દો હોતા નથી. હું રસ્તા પર ચાલ્યો જતો હોઉં અને અચાનક અંદરથી કશુંક અનુભવ થાય. મારી ચેતાઓ ઘણીવાર સાંભળી શકે, ઘણીવાર મગજમાં ચાલી રહેલી કોઈ ઉપાધી કે બહારની દુનિયાની વાતો અંદર એ અવાજને સાંભળી ન શકું.
તે દિવસે…સવારે છ વાગ્યે…જ્યારે રૂમમાં ઝાંખું અંધારું હતું…એ અવાજ આવ્યો.
‘જીતું…તારે અહીં લાંબો સમય નથી. હવે?’
બસ…પહેલા તો છતની સામે જોઇને એકલા-એકલા હસી લીધું. આંખમાંથી આંસુ આવ્યું. અજીબ આંસુ હતું એ! ઠંડુ. ડરનું તો ન જ હતું. મોતનો ડર મને ખરેખર નહોતો લાગ્યો. હજુ નથી. એ કોઈ કારણ વિના આવેલું અજાણ્યું આંસુ હતું.
ખેર…હું ઉભો થયો. બ્રશ કર્યું. અરીસામાં ચહેરાને ક્ષણો સુધી જોતો રહ્યો.
‘હું અમુક વર્ષ જ અહિયાં છું…’ આ અહેસાસ મારી આંખોમાં પણ હું જોઈ શકતો હતો.
તે દિવસે તો ઓફીસના કામમાં અને સાંજે ઘરે આવીને મારી બીજી નવલકથા ‘નોર્થપોલ’ લખવા બેસી ગયેલો. પરંતુ ગઈકાલે જે લેખક હતો એ હું ન હતો! અજીબ! મેં ક્યારેય પાત્રોને મારી રીતે જીવાડવા પ્રયત્નો નથી કર્યા. મારે માટે લખવું એ ‘સ્પિરિચ્યુઅલ’ ઘટના જ રહી છે. પરંતુ તે દિવસે પાત્રોની સામે હું એક સાક્ષી તરીકે ઉભો રહ્યો, એમની જીવની જોઈ રહ્યો હતો, અને અચાનક એક પાત્ર…’મીરાં’ મારી સામે જોઇને કહે:
‘શું છે તારે? લેખક? અમારી લાઈફ જોઇને તારે એને શબ્દોમાં લખવી છે? પણ તું લાંબો સમય નથી અહીં. જે લખવું હોય એ ખતમ કર.’
હૃદયમાં ફાળ પડી. મીરાંની આંખો મેં ક્યારેય જોઈ ન હતી. એ ઈમેજીનેશન હતી. હંમેશા. મારા મગજમાં જન્મતા પાત્રોના ચહેરાઓ હોતા નથી. મને હંમેશા આછા શરીરો જ દેખાય. તે દિવસે પેલી મીરાં દેખાય. અદભૂત હતી એ.
આજે ચાર મહિના પછી પણ બેંગ્લોરના રસ્તાઓ ઉપર હું દરેક છોકરીમાં એ મીરાં વાળો ચહેરો શોધતો હોઉં છું. નહી મળે. 🙂
ખેર… તો વાત લાંબી નથી કરવી. બીજે દિવસે સવારે ઉઠીને પણ એજ અહેસાસ થયો. મન માની ગયું કે આ અજીબ અવાજ સાચો છે. કશુંક છે જે મને કહી રહ્યું છે કે ભાઈ…જે કરવું હોય એ કરી લે. અહિયાં આવતીકાલનો ભરોસો નથી. તે દિવસે મને સ્ટીવ જોબ્સ યાદ આવ્યો. એને પણ આવું જ થયેલું. તેની સ્ટેનફોર્ડ સ્પિચમાં એ કહેતો હતો કે – ”એ દિવસોમાં હું અરીસામાં જોતો હતો અને મારી જાતને કહેતો હતો કે જો આ તારો છેલ્લો દિવસ હોય તો તું શું કરે?’
સાચું કહું તો મને એ તો વધુ પડતું ફિલ્મી લાગ્યું. પરંતુ મેં એક કાગળમાં પેનથી એક વાક્ય લખ્યું અને મારી રૂમ બહાર નીકળું ત્યા બારણાં પર લગાડી દીધો એ કાગળ:
મરવાના અહેસાસની ઘટના ઘણુબધું બદલાવી ચૂકી છે. એક અગૂઢ ઊંડાણ મળી ગયું છે. હવે મગજના વિચારો અને છાતીના અવાજોનો ભેદ ખબર પડે છે. પૂછી-પૂછીને જીવવાનું બંધ થઇ ગયું.
સામાન્ય રીતે મારે દિવસમાં બે વાર બા-બાપુજી સાથે ફોન પર વાત થાય. રોજે ‘તમેં શું ખાધું, તબિયત કેમ છે, ગરમી છે કે ઠંડી…’ આવા જ સવાલો થતા. પરંતુ જ્યારે અહેસાસ થાય કે ‘તેમની સાથે લાંબુ નથી ખેંચવાનું’ ત્યારે આ જ સવાલોના જવાબો ખુબ જ મહત્વના થઇ ગયા. ભલે એ જ જવાબો હોય.
૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ મેં મારી બીજી નવલકથા નોર્થપોલ લોકોને ફ્રીમાં આપી દીધી. ઈ-બૂક તરીકે. મારું વર્ષોથી સપનું હતું કે મારા સર્જનને બધા ગુજરાતીઓ વાચતા હોય, માણતા હોય. ‘જ્યારે આ ધરતી પર લાંબુ નહી રહી શકાય’ એ અહેસાસ થઇ જાય પછી આ અઢી વર્ષનું કામ લોકોને એમ જ આપી દેવાનો નિર્ણય ખુબ જ સરળ થઇ ગયો હતો. ૨૮ તારીખે રાત્રે જયભાઈએ ઈ-બૂક લોંચ કરી ત્યારે હું તો રૂમમાં એકલો ખડખડાટ હસી રહ્યો હતો.
મારું આ બીજું બાળક હવે વાચકોના વિશ્વમાં ઉડી રહ્યું હતું. લોકોને મેં કહેલું કે ગમે તો પૈસા દેજો… પણ…
પુસ્તકની સફળતા-નિષ્ફળતાનો કોઈ ફર્ક હવે પડતો ન હતો. શું ફર્ક પડે છે મને! મને કેટલાયે રિવ્યુઝ આવવા લાગ્યા. ખુશી તો ખુબ થતી હતી કે લોકોને ગમે છે, પરંતુ મારો અંદરનો આનંદ તો કૈક બીજો જ હતો! ગમતું કામ કરીને પોતાની જીદથી જીવી રહ્યો છું એ આનંદ હતો.
મેઈલ પર અને વોટ્સએપ પર ઘણા લોકોએ કહ્યું કે બૂક ઘણાને નથી ગમી રહી. લોકો તારી વાતો કરે છે. લેખકોના ટોળાઓમાં તારી વાતો થાય છે કે એ માણસ સેલ્ફ-ઓબ્સેસ્ડ છે, અને પ્રસિદ્ધિ જ ચાહે છે!
અરે રે…જ્યારે-જ્યારે આવું થયું છે ત્યારે મારી અંદર બેઠેલો જીવ હસી પડ્યો છે. એ પરમાનંદને પામી ગયો હોય એવું લાગતું હતું! કોઈની વાતની અસર જ નહોતી થતી. ક્ષણિક અસર થાય…પરંતુ બીજી જ ક્ષણે આત્માનો પેલો અવાજ કહી દેતો હતો: ‘માત્ર તું છે. અહીં.’
મારો આનંદ આ કોઈ વખાણ-ટીકાઓથી પર હતો. હજુ છે. શું ફર્ક પડે છે? મારે મારી સ્મશાન યાત્રામાં ટોળાઓ નથી જોઈતા સાહેબ. કોણ આવે છે કે મારી કબર નજીક કોણ શું વાત કરે છે એનો મને શું ફર્ક! હું ત્યાં સાંભળવા ક્યાં બેસવાનો છું!
કબર પરથી વાત યાદ આવી. એ દિવસોમાં મેં મારા લેપટોપની અંદર એક નોટપેડમાં આ લખી રાખેલું:
“મારા ગામ સરંભડામાં નદી તરફની બાજુ મારી કબર બનાવી દેજો. અને કબર પર લખજો: He lived with his passion”
જોકે પછી આ ઉપરનું વાક્ય લખેલી નોટપેડ ફાઈલ ખોવાઈ ગઈ.
આજે ૨૮ મે, ૨૦૧૭ છે. નોર્થપોલ રિલીઝ થયાને ૪ મહિના થયા છે. આ ચાર મહિનામાં મને વાચકોનો ખુબ પ્રેમ મળ્યો છે. મેં લોકોને કહેલું કે તમને બૂક ગમે તો મને પેમેન્ટ કરજો. મને ટોટલ ૫૨૦૦૦ રૂપિયા પેમેન્ટ મળ્યું છે. મારી વેબસાઈટનો ડેટા જોઇને ખબર પડે છે કે બૂક ૪૦૦૦૦ લોકોમાં ડાઉનલોડ થઇ છે.
“આ સફળતા છે?” મારો આત્મો અત્યારે આ લખું છું ત્યારે પૂછી રહ્યો છે!
મને જવાબ ખબર છે. મજા આવે છે. જીવવાની. જગતને આ છેલ્લી નજરથી જોવાની. દરેક ક્ષણને ઊંડાણથી અને છેલ્લી ક્ષણ તરીકે જોવાની. ખુબ મજા છે. આ શબ્દોમાં કહી નહી શકાય. છેલ્લા ચાર મહિનાઓમાં મેં ગમતા દરેક કામ કર્યા. ખૂબ રખડ્યો. એકલા જ ! આખું કર્ણાટક ફરી લીધું.
મા-બાપ કેટલાયે સમયથી કહી રહ્યા હતા કે હવે અમે થાક્યા છીએ. તું લગ્ન કરીલે. હું નાં પાડતો. મારે પ્રેમ કરવો હતો. કરવો છે. ક્યારેય થયો નથી. થયો એ બધો એકતરફી. મને એકલાને જ ખબર હોય કે હું એને પ્રેમ કરવા લાગ્યો છું. હાહાહા…
પણ પછી આત્મો બોલી ઉઠ્યો કે ‘કોઈ અજાણી સામાન્ય છોકરીને પોતાનું જીવન બનાવીને જો. આ એડવેન્ચર કર. અરેન્જ મેરેજ પણ જીવી લે.’
બસ… હવે એ પણ કરી લઈશ.
જ્યારે ખબર હોય કે સમય ઓછો છે, ત્યારે માણસ સપનાઓ જોવાની તાકાત આવી જતી હોય છે! હું ડરતો હતો કે હું ક્યારેય વર્લ્ડ ટૂર નહી કરી શકું. પરંતુ હવે એ સપનું હું દરેકને કહેતો ફરું છું. અંદરથી તાકાત મળી છે. તમને પણ કહી દઉં?
‘૨૦૧૯ કે ૨૦૨૦ની શરૂઆતમાં’ હું વિશ્વ આખું રખડવા જઈ રહ્યો છું. રૂપિયાનું કોઈ સેટિંગ નથી, પરંતુ મારું મન કહે છે કે જગતનો માનવી ખૂબ ઉદાર છે. મારો પ્લાન એમ છે કે : હું જ્યાં-જ્યાં પણ જઈશ ત્યાંના લોકો વિષે, મારા અનુભવો વિષે, એ જગ્યાઓ, અને કલ્ચર વિષે હું જગત આખાને કહીશ. એક લાઈવ-બૂક લખીશ ઇન્ટરનેટ પર. મારા વાચકોને હું મારી સાથે વૈશ્વિક સફર કરાવીશ. એ એક એવો ટ્રાવેલ-લોગ હશે જેમાં હું એકલો સફરની વાત નહી કરતો હોઉં. જગત આખું લોકોને જીવાડીશ. બદલામાં લોકોને એક જ વિનંતી કરીશ: મને અલગ-અલગ દેશોમાં રહેવાની-કામ કરવાની-અને ફરવાની સગવડમાં મદદ કરે. સિમ્પલ. એ મદદ કરશે તો આગળ વધીશ, નહી તો ગમે ત્યારે ઘર વાપસી કરવી પડે એટલા રૂપિયા તો બાજુમાં રાખીશ જ. 🙂 ‘
જોઈએ. ‘You live once’ એ અહેસાસ જ મને મોજ કરાવી રહ્યો છે. કોઈ ઉતાવળ નથી. ભવિષ્યના ખોટા-મોટા સપનાઓ નથી. One step at a time ની ફિલોસોફી ચાલી રહી છે. ક્યારેક કોઈ ફિલ્મ જોવા બેઠો હોઉં ત્યારે પણ એક અવાજ અંદરથી પૂછી લે છે કે ‘તારા બે કલાકને સાર્થક બનાવે એવી ફિલ્મ છે?’ ઘણીવાર જવાબ હા હોય, ઘણીવાર થાય કે એતો તું જુએ પછી ખબર પડે.
પણ હા…આ અહેસાસને લીધે ફિલ્મ જોવાની મજા અલગ જ હોય.
એવા ઘણા કામ છે જે કરવા છે. મારા દોસ્તો પૂજા, એકતા, ચૈતાલીને જ્યારે મેં મરવાની આ વાત કહેલી ત્યારે પૂજા ખુબ હસેલી. એકતા ચુપ થઇ ગઈ. ચૈતાલીએ કહ્યું કે હવે ફરીવાર બોલ્યો છે તો બધેથી બ્લોક કરી દઈશ અને ક્યારેય નહી બોલું તારી સાથે.
હમણાં જ વિશ્વમાનવ અને નોર્થપોલ બંને બૂકને હાર્ડકોપીમાં પબ્લીશ કરવાનો કોન્ટ્રકટ મેં સાઈન કર્યો. એ કોન્ટ્રાક્ટનો ફોટો મેં મારા દોસ્ત ચિંતન અને મોટી બહેન પાયલને મેઈલ કર્યો.
ચિંતનનો જવાબ આવ્યો: Ok. પાયલ ચૂપ રહી. ચૈતુ એ ખીજવા માટે ફોન કર્યો!
ખેર…આ બધું આજે કેમ બધાને કહી રહ્યો છું એ પણ ખબર નથી. મારી એક વાચક અને દોસ્ત એવી રિદ્ધિ જે મને રોજે વોટ્સએપ પર મેસેજ કરતી હોય છે તેને મેં આ મરવાની વાત કરી તો રડવા લાગેલી. તેને આખી રાત ઊંઘ ના આવી. મને દૂ:ખ થયું.
આ વાત અહીં લખવાની પણ જરૂર નથી એવું મારું મગજ કહી રહ્યું છે, પરંતુ અંદરથી પેલો શબ્દો વિનાનો અવાજ એક જ વાત કહી રહ્યો છે: ‘You live once’ જે થાય એ!
થોડો જ સમય છે એનું જ્ઞાન ખુબ મજા આપતું હોય છે. ભવિષ્ય વિષે ખુબ જ રોમાંચ છે. શું થશે. આ બ્લોગ કદાચ હું પંદર વર્ષ પછી ફરી વાચીશ તો મને હસવું આવશે કે હું ૨૦૧૭માં એવું વિચારીને બેઠો હતો કે ૨૦૨૪ની આસપાસ હું નહી રહું!
પૃથ્વી બદલાઈ રહી છે. હું બદલાઈ રહ્યો છું. એલન મસ્ક ઓટો પાઈલોટ કાર લાવી ચુક્યો છે. હાઈપરલૂપ પ્રોજેક્ટમાં જમીન અંદર અલ્ટ્રાસ્પીડથી ટ્રાન્સપોર્ટેશન ચાલુ થઇ ગયું છે. માણસો મંગળ પર જવાની વાતો કરી રહ્યા છે. ઇન્ટરનેટ માણસોના અસ્તિત્વમાં ભરડો લઇ રહ્યું છે. AI આવી રહ્યું છે. એજ્યુકેશન સીસ્ટમને હવે સ્કૂલોની જરૂર નહી રહે. થોડા જ વર્ષોમાં બધું જ ફરી જવાનું છે, અને માણસો ભૂતકાળને જકડીને બેઠા છે. ચારે તરફ અજીબ ઝડપથી બદલાઈ રહ્યું છે બધું!
આ બધા જ Chaos વચ્ચે હું બેલેન્સ જાળવીને મારા પાત્રોને જે રીતે જોતો હોઉં એ રીતે મારી જાતને નીરખી રહ્યો છું. ભવિષ્યના જીતેશને ચહેરો નથી. એ જીવી રહ્યો છે. મોજમાં. આનંદમાં. કોઈ પસ્તાવો કર્યા વિના. મોત સામે હસી રહ્યો છે. ખુશ છે. અર્ધજાગૃત મનમાં અજીબ સંવેદનાઓ અનુભવી શકે છે. બીજા બધા લોકો ગાડી-બંગલા-જોબ કે રૂપિયા પાછળ ભાગી રહ્યા છે ત્યારે હું …
🙂 🙂 🙂
Ek ek shabd vanchati vakhate upar thi niche badha j benchmark halavta jay chhe, Vibrations chhe tamara shabdo ma kadach ane j hajaro varsho pachhi loko “PURANO” kehshe…
LikeLike
વાહ. હજુ ૨૦૨૪ માં બ્લોગ વાંચવો જ રહ્યો.
LikeLike
I mean… No worries have fun no fear.
Wt a philosophy.
I m really a great fan of you.
You live a long….
LikeLike
બોડી મરી શકે છે પણ વિચાર નહી , સુંદર વિચાર
You live once ,
LikeLike
I proud of you jitesh bhai.
Lekhak alp-ayu hoto nathi tame oan nathi.
U live once
U will live always in our heart.
LikeLike
છ-સાત વર્ષ તો બહુ લાંબો સમય થયો.. … અડધા કલાક પછી ય જવાની તૈયારી હોવી જોઈએ…તો જીવવાની હજી વધુ મજા આવશે
LikeLike
Live long life.. 2024 ma 5th novel vachvi chhe tamari…..
LikeLike
એક અજાણ્યો અવાજ મારા જાણીતા ને એના જીવનની સીમા બાંધી દે , જરા સ્ટ્રેન્જ લાગ્યું , ખેર જિતેશ 7 વર્ષ કે 700 કોણ દરકાર કરે
હું આવીશ તારી કબર પર ધ્રુવદાદા નું ગીત ગાવા
” આપણે તો બસ આપણા માંથી નીકળી જવું ઝરમરી ને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે,
LikeLike
Make a little change in your routine and keep away the nagative thoughts…
Stay healthy , be wealthy …
Live life king size…
Long live JK✌
LikeLike
અલ્યા વર્લ્ડ ટુર વાળી વાત ગમી હો, આઇડીયો મસ્ત છે.
બાય ધ વે, આ મરવાનું ચક્કર મનેય વળગેલું, પણ એ ક્ષણ પસાર કર્યા પછી આત્મા શરીરમાંથી બહાર નીકળી ગઈ અને આમ દુઉઉર બ્રહ્માંડ માં બેઠા બેઠા મિથ્યા દોડતી પૃથ્વી ને નિરખવા લાગી અને એપિક સવાલ કર્યો.
Why?
માણસ મરે છે, “વિચારો નહી”!!
હા પેલુ વાક્ય કે “તમારી કમાણી એજ છે કે તમારી અંતિમ યાત્રા માં કેટલા માણસો જોડાય છે”.
ના ખોટું છે, આ અંતિમયાત્રા માં આવવા વાળા આવી જ જશે જો તમેં અર્થપૂર્ણ અને તમારી શરતોથી જીવ્યુ હશે તો.
બાકી સમાજસેવા ના ચક્કરમાં ને પ્રસિદ્ધિ ની લ્હાયમાં પણ ઘણાના જીવન વેડફાઈ જાય છે અને ટોળું આખું પ્રોટોકોલ નિભાવી ને છટકી જાય છે,એટલે ટોળું જરૂરી નથી;જીવવું જરૂરી છે.
મૃત્યુ આવે ત્યારે ભલે કદાચ એકલો મર પણ હસતાં હસતાં જજે, તને મજા આવવી જોઈએ અને યમરાજ અને એનો પાડો પણ કન્ફ્યુઝ થઈ જવા જોઈએ કે આ કોને ઉપાઇડો😂.
LikeLike
મને મરવા ના નહી પણ મારવાના વિચારો તો definitely આવે જ છે. 😂😂
LikeLike
Awesome work.Just wanted to drop a comment and say I am new to your blog and really like what I am reading.Thanks for the share
LikeLike
NICE YOUR BOOK
LikeLike
This is the precise weblog for anybody who needs to seek out out about this topic. You notice so much its almost arduous to argue with you. You positively put a brand new spin on a subject that’s been written about for years. Nice stuff, simply nice!
LikeLike
જ્યારે ખબર હોય કે સમય ઓછો છે, ત્યારે માણસ સપનાઓ જોવાની તાકાત આવી જતી હોય છે!
Khub gamyu…….hakkikat same mukki dithi.
LikeLike
શબ્દોનો સુર સુનામી બની આખોથી રેલાઈ ગયો. આપણા સપના સરખા છે પણ અનુભૂતિ જુદી. એક વાર નોર્થપોલ ડાઉનલોડ કરી હતી પણ સમયના અભવે વાંચી નથી શકાઈ. ત્યારે પણ નક્કી કર્યુ હતુ કે ફ્રી માં નહીં વાંચુ. આજે તો હાર્ડકોપી આવી ગઈ છે એટલે કોઈ સવાલ જ નથી. રીયલી હાર્ટટચીંગ વર્ડસ્!
LikeLike
gAMYU , SprASHYU , ,,,,aABHAR
LikeLike
ત્યારે હું…શુ?
LikeLike
તમે કેટલું જીવિયા અરે મહત્વ નું નથી
પરંતુ કેવું જીવિયા એ મહત્વનું છે 🙏🙏🙏
LikeLike