Anatomy of our over educated life!

આપણે ભણ્યા! ગ્રેટ. ભણતરનો મૂળ હેતુ હોય છે કે આસપાસના વિશ્વની સામાન્ય સમજને ક્યુરેટ કરીને પુસ્તકો થકી આપે. વડવાઓ આને સામાન્ય જ્ઞાન કહેતા. મતલબ એ ભણો એટલે સામાન્ય જ્ઞાન (કોમન સેન્સ) વાપરતા આવડે. સરખા સવાલો કરો. પરંતુ જો વર્તમાનના સામાન્ય સવાલોનું એનાલિસિસ કરીએ તો ખરેખર એમ લાગે લે આપણે યા તો ભણ્યા એટલું પાણીમાં છે, અથવા વધુ પડતું ભણી ગયા છીએ. અમુક ઉદાહરણો જોઈએ:
૧) મેદસ્વિતા! :  ૧૦૦ માંથી ૬૦ ને ચરબી વધી જવાના પ્રોબ્લેમ હોય છે. શરીર ફીટ ન હોય એટલે મન ફીટ ન રહે. આ બધા બીજાને જોઇને ઉપાધિઓ ચાલુ કરે. ઇન્ટરનેટ પર હજાર જગ્યાએ ડાયટ પ્લાન્સ વાંચે. લોકોને પાતળા થવાના ઉપાય પૂછે. અંતે સોલ્યુશનમાં ‘ડાયટ-પ્લાન’ લઇ આવે! અમુક કાર્બોહાઈડ્રેટ ન ખાવા, અમુક કેલેરી ન લેવી વગેરે.
કોમનસેન્સ: સામાન્ય લોજીક એ હોય છે કે સમતોલ આહાર ખાઓ, અને બેઠાડું જીવન બંધ કરી, દોડવા-ચાલવા-કે કસરત કરવાનું ચાલુ કરો એટલે વધારાની કેલેરી જે ચરબીમાં કન્વર્ટ થતી હોય એ બળવી જોઈએ. તમારું આરામ ભર્યું જીવન બંધ કરો. પરસેવો પાડો. જીમ જવાને બદલે કુદરતી રીતે જ દોડીને-ખેલકૂદથી- કે શ્રમ કરીને કેલેરી બળી જાય.

 

૨) સ્ટ્રેસ: ભયંકર રોગ! હા…કારણ વિના યુવાનોને સ્ટ્રેસ આવે છે! સ્વસ્થ મન નથી રહેતા. કેમ? જવાબ વર્ષો પહેલા બે માણસોએ ભવિષ્યવાણીમાં આપેલ: ૧) ઓસ્કાર વાઈલ્ડે કહેલું: “આવતી પેઢીઓ ‘ક્વોટીશ’ જનરેશન બનશે.” મતલબ કે એક-એક વાક્યના સુવિચારો વાંચશે, શેર કરશે, જીવશે, અને શિખામણોમાં ઉપયોગ કરશે. ઓસ્કાર બાપુ ખુબ સાચા હતા. કોઈ ‘ઠોસ’ વાંચન કરવાને બદલે આપણે વોટ્સએપ-ફેસબુક પર બીજાની લાઈફ અને હજારો વિચારો વાંચીએ છીએ. અનુસરવા પ્રયત્ન કરીએ છીએ. ૨) આર્થર કોનન ડોયલે લખેલું કે “આવતી પેઢીઓ પોતાના દિમાગમાં દિવસે એટલી માહિતી ભરશે સાંજ પડ્યે તેઓ શું કરવું એમાં જ કન્ફયુઝ થઇ જશે!”  (આ એક ફકરામાં મેં જ બે ક્વોટ પકડાવ્યા!)

કોમનસેન્સ: અતિરેક ને ગતિ-બ્રેક નથી હોતા. ઉપર પહેલા પોઈન્ટમાં કહ્યું એમ જેટલું ખાઓ એટલું બાળો. મતલબ કે સંપૂર્ણ પુસ્તક વાંચો. એકાદ વાક્યના ક્વોટ નહી. જે વાંચો એને પચાવો અને પછી એ કેલેરી બાળો. મતલબ કે જાતને સમય આપો. વિચારો. Counter thoughtકરો. વાંચન જેટલું જ ચિંતન-મનન-જાત સાથેનો સમય મહત્વનો છે. ખાસ તો ફેસબુક-વોટ્સએપને પણ Install-Uninstallની વાહિયાત રમતો રમવા કરતા નિયંત્રિત રીતે વાપરો. ખુબ ફાયદો થશે.

 

૩) બાહ્ય જગત: હા…આ પણ ખુબ મોટી સમસ્યા બની છે. બીજાને જોઇને જાણતા-અજાણતા એમના અનુસરણ! ભણતર-ડીગ્રી-નોકરી-છોકરી-અને જીવવાની રીતો બધું જ બીજાથી Inspired!પોતાનું Innovation કશું જ નહી!
– આપણી પેઢી ફ્રુટ્સ નહી ખાય, મોંઘા જ્યુસ પીશે.
– દોડવા નહી જાય, જીમ જઈને બોડી બનાવશે.
– જાતે રસોઈ નહી કરે, પણ એનો એજ ખોરાક બહાર જઈને દસ ગણું ચૂકવીને જંક-ફૂડની જેમ ખાશે.
– પોતાના મનને ગમતી નોકરી શોધવા આત્મખોજ નહી કરે, પણ બીજાની વધારે પગારની નોકરીને જોઇને એ કરશે.
– રૂપિયા કેમ વધુ કમાવા એ નહી વિચારે, પણ રૂપિયા કેમ બચત કરવા એની હજાર સલાહ લેશે.
– આપણે ઈન્ટરનેટ પરની ચગી નીકળેલી વાતને જાણ્યા-રીસર્ચ કર્યા વિના સ્વીકારીને બીજા કરે એવો વિરોધ કે સમર્થન કરીશું. પોતાનું સ્ટેન્ડ નહી લઈએ.
– વ્યસન દરેક ખરાબ હોય એ જાણે છતાં, ‘મોર્ડન’ ગાંજા-સિગારેટને ‘cool‘ગણીને ફૂંક્યા કરશે.
– બીજા ક્યું પુસ્તક વાંચે છે એ દસ ને પૂછીને પછી વાંચશે.
– દસ રીવ્યુ વાંચીને મોબાઇલ કે બાઈક ખરીદશે, પોતાની બેઝીક જરૂરિયાત સમજીને યોગ્ય ચોઈસ નહી કરે.
– FB,Quora,Youtube,Reddit વગેરેમાં વધુ લાઈક્સ, વોટ કે શેર વાળું જોયા કરશે, પરંતુ ઊંડાણમાં જઈને પોતાની ચોઈસ નહી કરે.
કોમન-સેન્સ: એકની એક લાઈફ અને તો પણ કોપી કરીને શું જીવવાની? વધુ પડતું ભણતર છે આ? Haruki Murakami કહે છે તેમ “તમે જો બીજા શું વાંચે છે એજ વાંચશો. તો તમે બીજા વિચારે છે એજ વિચારશો.” ભણેલા-ગમાર એટલું ન સમજી શકીએ કે We are unique. કશી જીવવાની ગતાગમ ન પડતી હોય તો પણ સલાહો કે અનુસરણ પણ માપમાં હોય. સુખની શોધ બહાર નહી ભીતર હોય. ટેકનોલોજી આપણને એક જેવા બનાવી રહી છે. આપણે બની રહ્યા છીએ. હવે આ જગતમાં હિટલર કે મધર ટેરેસા પેદા કરવી મુશ્કેલ બની રહી છે. કેમ? કારણકે દરેકના જીવવાના નિયમો અને ફિલોસોફી એક સમાન બની રહ્યા છે. અંતે દરેક સામાન્ય, ટેકનોલોજીમાં દટાયેલો, શાંતિથી કન્ફયુઝ રીતે જીવીને મરનારો માણસ બની રહ્યો છે. (સારું છે. આમાં ઓછા Innovators પેદા થશે. આજકાલના Innovators પણ સિલિકોનવેલીથી શરુ કરીને ઇન્ટરનેટ પર બહાર નીકળી જાય છે.)

 

૪) Execution: આના જેવું ખરાબ કશું નહી! આપણે નક્કી કરેલું કશું જ અનુસરી શકતા નથી! દરેક માણસ ‘બધું’ જ જાણે છે, છતાં એમ જીવી નથી શકતો! “જ્ઞાન છે છતાં અજ્ઞાન છે!” મતલબ તમારી પત્નીના સમ ખાઈને કહેજો : તમને ખબર છે કે કચરો બહાર ન ફેંકાય. રાઈટ? હવે છેલ્લા એક મહિનામાં તમે ‘સભાનપણે’ ક્યાં-ક્યાં કચરા ફેંક્યા છે એ યાદ કરો. પકડાઈ ગયાને? ઉપર કહ્યું એ બધું જ તમે જાણો છો. કરીએ છીએ કેટલું? આ પોસ્ટ વાંચીને ભૂલી જશો બે દિવસમાં. કેમ? કારણકે આ શબ્દોને આત્માના ઊંડાણમાં ધરબી દેવાનું આપણે ભૂલી જશું. તમે અજાણી ઉતાવળમાં છો. ઉતાવળમાં ભાગતી ગાડીમાં બેઠા-બેઠા રસ્તો પૂછી લો એટલે રસ્તે ઉભેલો કોઈ જવાબ આપે એ પણ અડધો ખબર ન પડે. શાંતિથી ઉભા રહીને કોણ માર્ગ નક્કી કરે? દરેક ભણેલો અભણ માણસ પ્રેમ-જીવન-નોકરી-સપનાઓ-વિચારોના ‘શાસ્ત્રો’ જાણે છે, છતાં પોતાનામાં કશું ઠોસ કરતા હોતા નથી. આ બાબતે અજ્ઞાની-અભણ ક્ષમ્ય છે કારણકે એ જાણતા જ નથી કે આવું હોય અને તેવું ન હોય.
કોમન-સેન્સ: “જે જાણે અને અવગણે એ મૂરખ કદી મોક્ષ ન પામે” આવુ ક્વોટ ગીતાનું લાગે, પણ ના મેં બનાવ્યું છે. બ્રેકઅપ થયું હોય, અને ખબર હોય કે થોડા સમયમાં બધું ઠીક થઇ જશે છતાં એકબીજાને બ્લેમ કરીને રડ્યા કરતા યુવાનો, બેરોજગારીમાં વધુ મહેનત કરવી જોઈએ જાણવા છતાં જેક લગાવ્યા કરતા યુવાનો, સારો નાગરિક બનીને કરચોરી ન કરવી, કચરો ન ફેંકવો, ટ્રાફિકના નિયમ પાળવા, કે સંતુલનમાં જીવવું…આ બધું જ માણસ જાણે છે છતાં ભણેલાઓ જ આ સામાન્ય બુદ્ધિ ન ચલાવતા જોયા હશે. તમે એમાંના એક હશો. આ લખનાર પણ ક્યારેક અનુસરણ નથી કરી શક્યો. કોમનસેન્સ વાપરો અને જગતમાં કે જાતમાં જે બદલાવ જોવો હોય એ Execute કરો.
વિચાર તો મહાન છે જ. અનુસરણ અલ્ટ્રા-મહાન છે. જે કરીને દેખાડે એ સાચો. બાકી તો ફરિયાદો ઓક્નારાઓનો સતયુગના ધોબીની માંડીને કલિયુગના આપશ્રી સુધી કોઈની ખોટ નથી. ખોટ છે સામાન્ય બુદ્ધિ વાપરનારાઓની. આપી હોય તો વાપરો. બાકી…
આ લેખ વાંચીને તમારી સ્પીડ મુજબ ભાગો. રેસ છે રેસ…

Edit: દોસ્ત નિઝીલ શાહ કહે છે તેમ -આપણી પાસે અઢળક વિકલ્પો છે અને અઢળક લોકોને પૂછવાની સુવિધા.. આ બેય વસ્તુ આપણી પહેલાંની પેઢીને સુલભ ન હતી. આ ચારેય મુદ્દાની ભીતરમાં આ છે – વધુ વિકલ્પો. તેને યોગ્યતાથી ક્યુરેટ કરવા આ સમયની ખાસ જરૂર બની છે. 🙂


આ પંખ મેગેઝીન માટે મેં આપેલો લેખ. છે.

Advertisements

6 thoughts on “Anatomy of our over educated life!

 1. Bhai jitesh…vat to tame bahu j adbhut ..vichar magi le..suresh ne pani thi matha suthi halavi ditho..hu aaj kal aaj kari rahyo su..saruyat me 1 april thi kari se..i fill very good..

  Like

 2. દરેક વાત સાચી છે જિતેશકુમાર.

  પણ સૌથી મોટી તકલીફ એ છે કે હું અને આપણે બધા બધું જ મેળવી લેવામાં માનીએ છીએ, પણ જે પાસે છે એને ક્યારેય માણી જ નથી શકતા.
  આ પણ હું અત્યારે લખી નાખું છું પણ હુંય એ મારી જિંદગીમાં ઉતારવામાં નથી સમજતો એટલે જ દુઃખી છું.

  Like

 3. ખૂબ સરસ છણાવટ.. પણ ખાટલે મોટી ખોટ એ જ છે કે કોઈને કંઈ અમલ નથી કરવું. બસ શેર જ કરી આત્મ સંતોષ માણવો છે.

  Liked by 1 person

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s