Bangalore Diaries…

બેંગ્લોર.
આ શહેર મારા માટે એકલતા ભર્યું છે, પરંતુ જેમ-જેમ દિવસો પસાર થઇ રહ્યા છે એમ એ એકલતા એકાંતમાં ફરી રહી છે! આઈ લવ ઈટ 🙂

આ શહેરમાં રોજે સાંજે વરસાદ આવે છે. વરસાદ આવે એટલે હું ઓફીસથી બહાર નીકળી જાઉં. વરસાદમાં ભીંજાઈ જવા માટે. રોજે. ઓફીસ પર જ લેપટોપ મૂકી દઉં અને ચાલુ વરસાદમાં એકલો નીકળી જાઉં. ઘર તરફ. ગીતો ગાતો જાઉં. અહિયાં કોઈ મને ઓળખતું નથી એટલે આબરૂ જવાની કોઈ ફિકર નથી. વરસાદમાં નાહવું મને એટલું ગમે છે કે ક્યારેક મોડી રાત્રે વરસાદ આવે અને હું સુતો હોઉં અને સાંભળી જાઉં તો પણ ઘર બહાર નીકળી જાઉં. રાત્રે બે-ત્રણ વાગ્યે પણ. ક્યારેક ટ્રાય કરજો. ખુબ મજા આવશે. મોડી રાત્રે તમારી આસપાસ કુતરાઓ સિવાય કોઈ ના હોય અને વરસાદમાં એકલા નાચવાની મજા જ કઈક અલગ છે. 🙂 

નાહીને આવ્યા પછી હેડફોન લગાવીને યુ-ટ્યુબ પર ગીતો સંભાળવાની મજા પણ એવી છે. અહિયાં ભજીયા કે ગાઠીયા કે થેપલા મળતા નથી એટલે હાથે બનાવેલી ચા પીઈ લેવાની. 😉

આ શહેરમાં બીજું એક અદભુત તત્ત્વ હોય તો એ છે કુદરત! અહી ચારે તરફ વૃક્ષો છે. બેંગ્લોરની બહાર બધે જ ઉંચી-નીચી પહાડીઓ અને જંગલ છે. હું દર રવિવારે સવારમાં નીકળી જાઉં. એકલા. ખુબ રખડું. અજાણ્યા માણસો સાથે વાતો કર્યા કરું. તેમને મારી લાઈફ સ્ટોરી કહ્યા કરું. એમની પ્રેમ-કહાનીઓ સંભાળું. 😛

હમણાં જ હું બેંગ્લોરથી ૧૦૦ કિલોમીટર દૂર દબ્બાગૌલી એવા કઈક નામની જગ્યા છે ત્યાં પહાડીના ટ્રેકિંગ માટે ગયેલો. અમે બાર અજાણ્યા માણસોની એક ટીમ હતી.GUTSYTRIBE કરીને એક સ્ટાર્ટ-અપ છે જે આવી ટુર કરતુ હોય છે. ત્યાં અમારી જે ગાઈડ હતી એ આંધ્રપ્રદેશની છોકરી સાથે એવી તે દોસ્તી જામી કે અમે લગભગ કશું જ વાતો કરવામાં બાકી ન રાખ્યું. મારી જેમ એ છોકરીને પણ આખી દુનિયા રખડવાના ખ્વાબ હતા. 🙂 એક મહિના પછી એ આખું સાઉથ એશિયા ફરવા જવાની છે. હું મારી એક નવલકથા આવે એ પછી એક ખુબ મોટી ટુરમાં જવાનો છું. અમે ખુબ વાતો કરી. શું છોકરી હતી સાહેબ 😉 ભયંકર. એક દિવસ માટે એની સાથે પ્રેમ થઇ ગયો. ટુર પૂરી થઇ અને એ ગાયબ. અત્યારે એ મારા ફ્રેન્ડ લિસ્ટમાં છે પણ આ વાંચી નહીં શકે. પણ…શું માણસ હતી એ…

લોકો રવિવારે પોતાના બાકી કામ પતાવે. હું કોઈ કામ હાથમાં જ ના લઉં. એક રવિવારે બેંગ્લોરમાં હું એમ જ ચાલતો નીકળી પડેલો. લગભગ ૨૫ કિલોમીટર જેટલું રખડયો. રસ્તા પર જે રસ પડે એવી લારી આવે એનું ખાધું. લારીવાળા લોકો સાથે વાતો કરી. મેટ્રોમાં બેઠો. વરસાદમાં પલળ્યો. અને ખુલ્લા પગે ચાલવાનું મન થયું ત્યારે એક કોથળીમાં ચપ્પલ નાખીને એ પણ કર્યું.


આ શહેરમાં મસ્ત મજાના ગાર્ડન-પાર્ક છે. લાલ બાગ, કબ્બન પાર્ક, અને બીજા કેટલાયે. જયારે વરસાદ આવે ત્યારે આ બધા પાર્ક માંથી માણસો ભાગી જાય. હું અંદર જાઉં. ખાલી વૃક્ષો, પક્ષીઓ, વરસાદ, અને વોચમેન હોય. ખુબ મજા આવે. અહિયાનું લોકલ મ્યુઝીક પણ રસ પડે એવું છે. કશું સમજાય નહીં, પણ ધૂન ચડે. બસ…ધૂન ચડવી જોઈએ. 🙂

હા… અહિયાં પોપ કલ્ચર ખુબ છે. છોકરીઓ નાનકડા કપડા પહેરીને પબ-બાર બહાર સિગારેટ ફૂંકતી હોય ત્યારે આંખોને ખુબ ઠંડક મળે. હું મોડી રાત સુધી
આવા પબ બહાર બેઠો રહું 😉

IMG_20160410_150135144

She was even beautiful then this Burger 😛

એક મસ્ત વાત કહું. અહિયાં Truffles નામની બર્ગર માટેની જબરદસ્ત રેસ્ટોરન્ટ ચેઈન છે. ત્યાના બર્ગર મોંઘા હોય છે પણ ખુબ જ મસ્ત હોય છે. પહેલીવાર ગયેલો ત્યારે ત્યાં એક નેપાળી વેઈટર હતી જે ખુબ જ સરસ કામ કરી રહી હતી. દરેક ગ્રાહક સાથે સરસ એવી વાત કરે અને દરેક ટેબલ પર બધું જ ધ્યાન રાખે. એ એટલી ક્યુટ અને મસ્ત દેખાતી હતી કે હું એની સામે જોઈ રહ્યો હતો તો એને લાગતું હતું કે હું લાઈન મારી રહ્યો છું! ના. મારે એને કહેવું હતું કે “મેમ…તમે ખુબ જ સરસ કામ કરી રહ્યા છો.”

પણ અજાણી છોકરીને કેમ કહેવું? હિંમત ચાલતી નહોતી. હું વારે-વારે પાણી માંગુ પણ એ પાસે આવે ત્યારે કહી ના શકું અને હું રીતસર બ્લશ થતો હતો. ચહેરા પર લોહી આવી જાતું અને પગ ઠંડા થઇ જતા. થોડીવાર તો એમ લાગ્યું કે જાણે એક કલાક માટે એની સાથે પણ પ્રેમ થઇ ગયેલો! 😀

ખેર…તે દિવસે તો ના કહી શક્યો. બીજીવાર ગયો ત્યારે પણ એ જ હતી! ફરી મારે કહેવું હતું પણ જીવ ચાલતો ન હતો. છેલ્લીવાર જયારે મેં પાણી માગ્યું ત્યારે એ મારી નજીક આવી અને મને કહ્યું: ‘સર…યુ હેવ વેરી ગુડ સ્માઈલ.’
હું તો પાણી-પાણી થઇ ગયો. મારામાં પણ હિંમત આવી. મેં કહ્યું: “એન્ડ મેમ…યુ આર રિયલી સર્વિંગ વેરી ગુડ.” એ પણ શરમાઈ ગઈ. હું તો ખુશ-ખુશ થઇ ગયો. બે બર્ગર ખાધા!

બાકીની વાતો પછી ક્યારેક… 😉

IMG_20160605_154836780

I go mad when I sit in the trains 😉

IMG_20160605_173549949

IMG_20160605_173544246_HDR

A great Vidhansabha of Bengalore. 

IMG_20160605_153554858

Metro!

 

IMG_20160410_150135144

Oh that Jumbo burger 😀

IMG_20160605_153524096

IMG_20160508_065314503

Nandi hills. A wonderful place!

IMG_20160528_103611259

IMG_20160528_135038445

Kaveri River

 

IMG_20160528_135053448_HDR

trekking in the Jungle of Dabbagulli. Virappan used to come here!  

IMG_20160528_145419081

IMG_20160528_145437659

River Kaveri. Loved it. Took a bath in it. 

IMG_20160508_055151378IMG_20160410_182537964_HDR

Rest of the journey coming soon … 🙂

3 thoughts on “Bangalore Diaries…

  1. Wah.. beautiful lakahan… maja aavi gai.. me maru pn introduction lakhi kadhyu… Bani shake to canada aavjo.. hawa nthi marto pn bdho farvano kharch upadvani javabdaari mari… canada ni beauty vishe tame jaanta j hasho… maja aavshe..

    Liked by 1 person

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s