એક ઔર સપનું સાકાર!

So really great-great news is that I am hired by ‘Pratilipi’ as an ‘Author’s Co-ordination Manager’ & I am going to Bangalore for this Job. (Pratilipi એ કદાચ ભારતનું સૌથી ઝડપી વિકસતું અને સૌથી શ્રેષ્ઠ કન્ટેન્ટ ધરાવતું સેલ્ફ પબ્લીશીંગ અને રીડીંગનું પ્લેટફોર્મ છે.)

મારા માટે આ સપનું સાકાર થવાની વાત છે. પહેલીવાર હું એન્જીનીયર તરીકે નહી પરંતુ લેખક તરીકે હાયર થઇ રહ્યો છું, અને આખા દેશના અલગ-અલગ ભાષાના યુવાન લેખકો સાથે કામ કરવાનો મોકો મળી રહ્યો છે.

મને પ્રાઉડ છે કે હજુ તો એક જ પુસ્તક લખીને બેઠેલા અને ખરેખર તો લેખક પણ ન કહેવાય એવા આ જવાનીયા પર પ્રતિલીપીના મેનેજમેન્ટે કાબેલિયત જોઈ છે. 🙂 પ્રતિલીપીના પ્લેટફોર્મ પર ગુજરાતી-મરાઠી-તામિલ અને બીજી કેટલીયે ભાષાના હજારો લેખકો છે. લાખો વાંચકો છે. મારે એ બધા લેખકોના કો-ઓર્ડીનેટર તરીકે ઘણું બધું કામ કરવાનું છે. હા…ત્યાં લેખક બનીને લખવાનું નથી, પરંતુ લેખકો સાથે કામ કરવાનું છે.

મારે માટે સૌથી મોટી ખુશી એ છે કે મને કંપની દ્વારા એન્જીનીરીંગમાં ક્યારેય સપનેય ન વિચારેલી એવી સેલેરી એક લેખક તરીકે મળી રહી છે! મારી લાઈફમાં પહેલીવાર મારા માં-બાપ આખા ગામને અભિમાન સાથે કહી શકે એવું કશુંક સિદ્ધ કર્યું છે.
અત્યારે હું ઉંમરના એવા મોડ પર છું જ્યાંથી આઠ મહિના પહેલા જ મેં નક્કી કરી લીધું હતું કે માત્ર મારા દિલને ગમતું હોય એવું જ કામ કરવું. મારા ‘માંહ્યલા’ ને જે સુઝે એમ જ જીવવું, અને એક પણ ‘અફસોસ’ની ક્ષણ જીવવી નહી. Life with No regrets. એન્જિનીયરીંગને લગતી દસ-બાર નોકરીઓ છોડ્યા પછી આઠ મહિના પહેલા એક દિવસ નક્કી કરી લીધેલું કે હવે બસ લખવું જ છે. છતાં લેખક તરીકે મને સૌથી મોટો ડર કમાણીનો જ હતો. આજે એ ડર નથી. પોતાના Conscious ને અનુભવીને જીવનારા અને કાળી મહેનત કરનારાઓ ને ઉપરવાળો બંદો રસ્તાઓ દેખાડી દેતો હોય છે. 🙂

ખેર…ચાર દિવસ પછી આ 25મી ફેબ્રુઆરીએ ગુજરાત છોડવું પડશે. હું લાંબા સમય માટે બેંગ્લોર જઈ રહ્યો છું. અહી ઘણુબધું છોડવું પડે એમ છે: દોસ્તો, વાંચકો, સગાઓ, અને સૌથી ભારે હૃદયે છોડવા પડશે: માં-બાપ. એ બંને ગામડે એકલા છે.  પરંતુ એમને પણ પ્રાઉડ છે કે દીકરો કશુંક ‘ઉકાળી’ રહ્યો છે. 🙂

નવું શહેર. નવા લોકો. નવી દુનિયા. 🙂 મને નવા માણસોને મળવું ખુબ ગમે છે. એમની કહાનીઓ સાંભળવી ગમે છે. એમને દોસ્ત બનાવવા ગમે છે. બેંગ્લોરમાં દિવસે Flipkart ના હેડ-ક્વાટર્સ પાસે જ આવેલા Pratilipi ના હેડક્વાર્ટર પર જોબ કરવાની છે, અને રાત્રે આ બીજી નવલકથાનું અધૂરું કામ પૂરું પાડવાનું છે. બીજા તો ઘણા સપનાઓ છે જે જીવવાના છે, સાકાર કરવાના છે. 🙂 હજુ તો એક ગુજરાતી ફિલ્મ લખવી છે, હજુ તો એક ડોકયુમેન્ટરી લખવી છે. હજુ તો પ્રતિલીપીમાં મારી જાતને પ્રૂવ કરવાની છે 🙂
રોબર્ટ ફ્રોસ્ટની પેલી કવિતા સિદ્ધ કરવાની છે: But I have promises to keep,. And miles to go before I sleep … 🙂

Advertisements

One thought on “એક ઔર સપનું સાકાર!

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s