વેલેન્ટાઇન ડે ની એ સાંજ…. (‘વિશ્વમાનવ’ માં ન લખાયેલી એક કહાની.)

વેલેન્ટાઈન ડે. સાંજની માદક ઠંડી. હું એક દોસ્તને મળવા કોલેજથી વિદ્યાનગર જતો હતો. બન્યું એવું કે ટ્રાફિક પોલીસે જેવી વ્હીસલ મારી કે બધા જ વાહનો ઉભા રહી ગયા. એક બાઈક પાછળથી આવીને મારી બાજુમાં ઉભી રહી. મેં તેના ચુંદડી બાંધેલા ચહેરા સામે જોયું. મેં બાઈક બંધ કરી. તે પણ બાઈક બંધ કરીને ટ્રાફિક પોલીસના સિગ્નલની રાહ જોવા લાગી. એ છોકરી યામાહાની સ્પોર્ટ્સ બાઈક ચલાવતી હતી! તેણે ચુંદડી કાઢી નાખી. મારું હૃદય ધબકાર ચુકી ગયું તેને જોઇને. ફટકો. ટોટલ 100 % ફટકો. પ્યોર માલ. ક્યુટ. હોટ. સીરીયસલી… એની નીલી નિર્ભય આંખો…ગુલાબી હોઠ…
અરે યાર…સમજી જાઓને. 🙂
વ્હીસલ વગડી અને વાહનોનો ધોધ ચાલુ થયો. અમે બંનેએ એકબીજાની સામું જોઇને સેલ્ફ મારી અને બાઈકનું લીવર આપી દીધું. રસ્તો ખાલી હતો. અમારી અજાણતા જ રેસ ચાલુ થઇ. હું આગળ હતો. થોડી જ વારમાં તે આગળ નીકળી ગઈ. મને હારનો અહેસાસ થયો એટલે મેં લીવર આપ્યું. અમે બંને લગભગ એંશીની સ્પીડ પર સાથે થઇ ગયેલા. મેં તેની સામે જોયું. તે હસી.
અમે બંને સમજી ગયા. થોડે દુર જઈને અમે બંને ઉભા રહ્યા. બે મિનીટ નીકળી ગઈ. તે પોતાના ચહેરા પર ફરી દુપટ્ટો બાંધવા લાગી ત્યારે મને સમજાયું કે જો હું કઈ નહી બોલું તો એ ભાગી જશે!
“ચાલો પાર્ટી બોસ!” હું બોલ્યો.
“હે?” તે પોતાનો દુપટ્ટો કાઢીને બોલી. મને સમજાયું કે હવે તે ઉભી રહેશે.
“અરે તુમ જીત ગયી અપની રેસિંગ મેં. તો પાર્ટી તો બનતી હેના?” મેં કહ્યું.
“ઘંટા રેસિંગ. મેં તો બસ યુ હી. કોઈ આગે નિકલ જાયે વો મુજે પસંદ નહી હે” એ બોલી, અને હું બસ બે મિનીટ ચુપ રહી ગયો.
“વાઉ. ગુડ શોટ. પણ ના મજા આવી” મેં મોઢું બગાડીને કહ્યું. મને એનું હિન્દી સાંભળીને ખબર પડી કે એ ગુજરાતી છે. મેં એના એટીટ્યુડ સામે બોલવા કરતા મજાક કરવાનું વિચાર્યું.
“કુછ ભી?” એ હસી. હવે એ સીરીયસલી ક્લાસિક માલ લાગતી હતી. મેં વાત બદલાવી:
“પહેલીવાર કોઈ ગર્લને યામાહા ચલાવતા જોઈ.”
“હમમમ…” એ બોલી. એ મારા બોરિંગ જવાબથી કંટાળતી હોય એવું લાગ્યું. એ મને બોઘાઓની કેટેગરીમાં મૂકી દે એ પહેલા મેં બાઈકને સેલ્ફ લગાવી. હાથ હલાવીને ટાટા કહી મેં લીવર આપ્યું.
“ઓયે રુક…” પાછળથી અવાજ આવ્યો. મારી બાઈક મારા પહેલા જ વિચારીને ઉભી રહી ગઈ.
“ભાગ કયું રહા હે?” તે બોલી.
“કારણ કે મને લાગ્યું કે આમાં આપણો કોઈ ચાન્સ નથી લાગે તેમ!”
“ચાન્સ માર્યા વગર ખબર પડી ગઈ?”
ખુદા કસમ…એ જ ક્ષણે તેની સાથે લવ થઇ ગયો. સાચે જ. છોકરીઓના ‘છોકરીવેડા’ થી હું થાકેલો, પણ આ છોકરીને જોઇને બધો જ થાક મરી ગયો. પહેલીવાર યુવતીમાં જરૂરી એવું પુરુષત્વ તેનામાં જોયું.
“ચાન્સ તો માર્યો, પણ તારા ડાયલોગ સાંભળીને પ્રેશર વધી ગયું હતું!” હું બોલ્યો. એ ખડખડાટ હસી પડી.
“ચલ અબ. તુજે પાર્ટી દેતી હું.” એ બોલી. અમે બંને બાઈક લઈને રોડથી થોડે અંદર રહેલી રેસ્ટોરામાં ગયા. ટેબલ પર બેસીને મુસ્કુરાયા.
“આઈ એમ જીતેશ.” મેં હાથ લંબાવીને કહ્યું.
“સ્વરા” તે બોલી. હાથ ન મિલાવ્યો. તે હસી. થોડીવાર લાંબી ચુપકીદી ચાલી. વેઈટર આવ્યો. તેણે બે વેજ સેન્ડવીચ મગાવી. સેન્ડવીચ પૂરી થઇ તોયે બે માંથી કોઈ બોલ્યું નહી! એ કાઉન્ટર પર બીલ પે કરવા ગઈ. હું પાછળથી એનું દીપિકા પાદુકોણ જેવું ફિગર જોઇને, એનું બોડી નેકેડ હોય તો બેડ પર કેવું દેખાય એની કલ્પના કરી રહ્યો હતો. અમે બંને રેસ્ટોરાં બહાર નીકળ્યા.
“મારા પપ્પાની બાઈક છે. હું એમ જ લઈને નીકળી પડી હતી” એ બોલી.
“હમમમ…” હું બોલ્યો. એમ બોલીને મેં તેના જુના ‘હમમમ…’ નો બદલો લીધો. મારે તેની સાથે હજારો વાતો કરવી હતી પણ ખબર નહી કેમ સાલું તેને જોઇને જાણે ગુજરાતી લેખકોની ભાષામાં ‘અભિભૂત’ થઇ જવાયું હતું. મને લાગ્યું કે તે પણ ઘણી વાતો કરવા માંગતી હતી પરંતુ બોલતી ન હતી. તેણે બાઈક ચાલુ કરી. તે મારાથી દુર જવાની હતી એ વિચાર આવતા જ જાણે પેલા મુવી ચાલુ થયા પહેલા ધૂમ્રપાનની એડ માં આવતા ‘મુકેશ’ જેવી હાલત થઇ ગઈ હતી. છતાં મેં મોટેથી બોલી નાખ્યું:
“ફિર મિલતે હે”
“કબ?” એ ઉતાવળમાં બોલી.
“તું બતા દે”
“લડકી સામને સે નહી બતાતી બુધ્ધુ” એ હસીને બોલી. સાચું કહું તો મને એ ખબર ન હતી.
“કાલે મળીયે. આ હોટેલ પર. આ ટાઈમે…” મેં કહ્યું.
“કલ તક વેઇટ કર સકેગા?” તે બોલી.
“નહી યાર…” હું હસી પડ્યો.
“સેઈમ હિયર…” તે શરમાઈને બોલી.
“તો ફિર મિલતે હે…” હું બોલ્યો.
“કબ?” એ ફરી બોલી.
“અગલી હોટેલ પે…દો મિનીટ મેં!” હું અજાણતા જ બોલી ગયો. એ હસી પડી.
આગલી હોટેલ પર મારી પાર્ટી હતી. આ ટાઈમે સેન્ડવીચ પડી રહી. અમેં હજારો વાતો કરી. મારી લાઈફમાં એ પહેલી છોકરી હતી જેના વિચારો આગળ બધું જ ઝાંખું હતું. તે શરમાતી પણ ખરી, અને કોઈ ચાળો કરે તો ગાળ પણ દઈ દેતી હતી. તેને કોઈ ધર્મ-જ્ઞાતિ-રીવાજ ન હતો. કહેતી: આપણે જે ચાહિયે એ બની શકીએ છીએ, અહી જીવવાના કોઈ નિયમ નથી.
એ ‘ધ ક્યુરીયસ કેસ ઓફ બેન્જામીન બટન’ નો ક્વોટ બોલ્યા કરતી: આપણે જેવું જીવવું જ છે તેવી લાઈફ માટે ક્યારેય વહેલું-મોડું હોતું જ નથી. કોઈ ટાઈમ-લીમીટ નથી. તમે ચાહો ત્યારે ઉભા રહી શકો છો. તમે બદલી શકો છો, અથવા જીવનભર એક જેવા રહી શકો છો. જીવવામાં કોઈ રુલ્સ નથી. આપણે લાઈફને બેસ્ટ કે વર્સ્ટ જીવી શકીએ છીએ. તમે આશા રાખી શકો કે તમે નવા વિચારો ધરાવતા માણસોને મળશો, તમને ખુદને પ્રાઉડ થાય તેવી લાઈફ જીવશો, અને તમને ખબર પડે કે એવું નથી જીવાયું…તો પણ તમે આશા રાખી શકો કે તમે નવેસરથી બધું જ શરુ કરી શકશો.
એ જીવતો વાયર હતી. તેનો સ્પર્શ માત્ર વિચારોને ક્રાંતિ આપી દેતો હતો.
“બે જીતું…તેરે કો કભી લવ નહી હુઆ?” અમે જયારે બીજા દિવસે ત્રીજા રેસ્ટોરામાં બેઠા હતા ત્યારે તે બોલી. એ ટાઈમે અમારી દોસ્તી જામી ગઈ હતી.
“હો જાયેગા. ટેન્શન નોટ” મેં વેજ સેન્ડવીચની છેલ્લી બાઈટ લઈને કહ્યું. એ ચુપ રહી.
“તું બોલ. તને લવ નહી થયો?” મેં પૂછ્યું.
“હા. થયો છે ને. પણ મારી લવ-સ્ટોરી વિચિત્ર છે.”
મારી સેન્ડવીચનો છેલ્લો બાઈટ ગળે સ્વરપેટી પાસે ઉભો રહી ગયો. હું તેને ગુમાવવા માંગતો ન હતો. થોડા સમય પછી હું બોલ્યો.
“પણ તોયે આપણે બેસ્ટ ફ્રેન્ડ્સ તો બની શકીએ ને?”
“ઓબ્વિયસ્લી”
“થેંક્સ” હું બોલ્યો.
“કેમ?”
મારે તેના ‘કેમ’ નો જવાબ નહોતો આપવો. છતાં આપ્યો.
“મારી ફ્રેન્ડ બનવા માટે બુધ્ધુ” મેં મહામહેનતે હસીને કહ્યું.
અમે પછીના ત્રણ મહિના સુધી બેસ્ટ ફ્રેન્ડ રહ્યા. પણ તે એક દિવસ ચાલી ગઈ. ઉપર. પેલા સાલા ઈશ્વર પાસે જેની અમને બે માંથી એકેય ને પડી નહોતી. એ ઈશ્વર પાસે જે નવરીનો એને પોતે નવરાશના ટાઈમે બનાવેલો પોતાનો માલ સમજીને ઉપર ઉઠાવી ગયો. એ ઈશ્વરીયાને મારે કહેવું હતું કે… કે…ડોબા…ધરતી પરના પ્રેમીઓનો પ્રેમ એટલે જ તું…બાકી…
રહેવા દો…એને હું પછી જોઈ લઈશ.
ખેર…
રોજે રસ્તામાં આવતી તે ત્રણેય હોટલ પર એ ચહેરો બેઠેલો દેખાય છે. હવે કોઈ બાઈક પાછળથી આવે તો હું આગળ થવા દઉં છું. એક સાદી વાત શીખવી ગઈ:
“જીતું તુજે એક બાત પતા હે?”
“નહી. બોલ-”
“થેંક્સ” તે બોલી.
“કેમ?” મેં પૂછ્યું.
“મારે પહેલા ક્યારેય લવ થયો ન હતો એટલે.” એ બોલી. એના એ ન સમજાય તેવા વાક્ય માંથી મને જે શીખવા મળ્યું તે શબ્દોમાં કહી શકાય તેટલી વ્યર્થતા ધરાવતું નથી.

વિશ્વ-માનવની ત્રીજી સ્ટોરી પૂરી થયા પછી આ એક્સ્ટ્રા સ્ટોરી લખેલી. પાછળથી ત્રીજી સ્ટોરી જ ચેન્જ કરી અને રૂમી આવ્યો. 🙂 બુક વાંચનારાઓ ને બુકવાળી સ્વરા વાંચ્યા પછી આ સ્ટોરીની સ્વરા જલ્દી ઈમેજીન થશે.
ગમી હોય તો શેર કરી નાખજો.
બુક વાંચવાની તીવ્ર ઈચ્છા થઇ જાય તો Dhoomkharidi.com and Booksonclick.com પર બૂક મળે જ છે 🙂

Advertisements

One thought on “વેલેન્ટાઇન ડે ની એ સાંજ…. (‘વિશ્વમાનવ’ માં ન લખાયેલી એક કહાની.)

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s