વિશ્વમાનવ બુક રીવ્યુ : જીગર રાજપરા.

વિશ્વમાનવ……
હસતી-હસાવતી, રડતી-રડાવતી, કણસતી-કણસાવતી, રોમાંસ કરતી-રોમે-રોમમાં રોમાંસ ભરી દેતી,તાજા ખીલેલા પ્રેમ ફુલોથી સુવાસિત કરતી, સમાજની નબળી વિચારશ્રેણીથી ગંધાતી નવલકથા એટલે “વિશ્વમાનવ”.
જીતેશ દોંગા શું કેહવુ તારા વિશે….?મિતુલભાઈએ કહ્યું એમ હું પણ દોહરાવુ છું. ..સુરજ આગળ દિવો ધરવા જેવી વાત…જો હું કંઈ તારા વિશે કહુ તો…તુ તો મારા અમરેલી જીલ્લોનુ ગૌરવ છે દોસ્ત….
ખુબજ સરસ લેખન… “વિશ્વમાનવ”નુ એક એક પેજ મંત્રમુગ્ધ કરી દેય છે…મે જ્યારે જ્યારે બુક વાંચી ખરેખર એ રાત્રે મને ઉંઘ નથી આવી. “વિશ્વમાનવ”ના દરેક પાત્ર મારા મનસપટલમાં ઘૂમ્યા કરતા..એટલે જ મેં વિશ્વમાનવને થોડો થોડો સમય આપીને વાંચી…કારણ એક સાથે વાંચવાથી મારી જેવા અડધા પાગલને પુરે પુરો પાગલ કરી દેત…
☆પંદર સોળ વર્ષનો કોઈ જુવાનીમાં પગ મુકતો યુવાન કે યુવતી આ નવલકથા વાંચે તો નક્કી તરત જ રામ અને મુસ્કાનને શોધવા નીકળી પડે.
☆જો એક યુવાન/યુવતી આ નવલકથા વાંચે તો
રામ અને મુસ્કાનની જેમ દુનીયાની પરવા કર્યા વગર જીવતો થઈ જાય.
☆ પરણેલ કોઈ પુરુષ/સ્ત્રી જો આ નવલકથા વાંચે તો આ ઈન્ટરનેટના યુગમાં પણ પરીવાર સાથે નાની નાની ખુશી બાટતો થઈ જાય..
☆ જો કોઈ ડોસો આ નવલકથા વાંચે તો નક્કી છે.પોતાના કરચલીઓ પડેલ હાથ પર ડોશીના નામનુ ટેટુ ચીતર્યા વગર રેહશે જ નહી.
મને સૌથી વધુ આકર્ષીત કરતુ પાત્ર એટલે વિશ્વમાનવનો ફકીર….ફકીરનો એના દોસ્ત સાથેનો મીઠો ઝઘડો સુપર્બ દોસ્ત…..
અને છેલ્લે મારું પ્રિય પાત્ર ‘રુમિ’
માણસની દશા અને દિશા ક્યારે બદલાય નક્કી નહી…જેમ વિશ્વમાનવ માં રુમીની….મારી બારક્ષરીમાં રુમી માટે અક્ષર જ નથી…રુમી વિશે લખવા બેસું તો નિબંધ લખાય…
આખરમાં બસ આટલું જ….. વિશ્વમાનવ. ..વિશ્વમાનવ. ..વિશ્વમાનવ. …

Advertisements

One thought on “વિશ્વમાનવ બુક રીવ્યુ : જીગર રાજપરા.

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s