વિશ્વમાનવ બુક રીવ્યુ : કંદર્પ પટેલ

જીતેશ દોંગા…! એન્જીનિઅર કમ લેખક.
દાદુ લખ્યું દોસ્ત. ‘વિશ્વ-માનવ’ થકી તે સામાન્ય લોકોની અનન્ય વાતોને શબ્દોમાં એવી રીતે તો ગુંથી કે જેને વાંચીને મંત્રમુગ્ધ થઇ જવાય. ટેકનીકલ ફિલ્ડમાંથી તદ્દન અલગ દુનિયામાં તે ક્ષિતીજનો પ્રકાશ જોયો અને એ પડછાયા સહારે પ્રકાશિત દુનિયા ભણી તે તારા પગ માંડી દીધા. જ્યાં ધરતી અને આકાશ પોતાના અસ્તિત્વની લડાઈઓ રમતા હતા ત્યાં ઉભા રહીને તે નિર્દોષ હાસ્યનો છંટકાવ કર્યો. ખુબ સરસ, દોસ્ત..!
એક એન્જીનીઅર તરીકે કદાચ આ તરફ વળવું કઠણ ચોક્કસ હશે. પ્લેસમેન્ટ માટે કંપનીની રાહ જોતા વિદ્યાર્થી કરતા અલગ દુનિયામાં પોતે જ કંપની બની ગયો યાર તું..! તે તારા શોખને એક નવા આયામ સુધી લઇ જઈને નવો ચીલો ચાતર્યો છે. માત્ર, ભગવો પહેરી અને ત્રાંસો બેગ ખભામાં હોય અને ખાદીના કપડા પહેર્યા હોય અને ખિસ્સામાં શાહીછાપ પેન હોય, આવું લેખકનું ચિત્ર બન્યું હતું આજ સુધી. પરંતુ, જીન્સ અને ટી-શર્ટ પહેરીને સ્ટાયલીશ જુવાનિયાને પહેલી વાર જોયો. આ ‘વિશ્વમાનવ’ સમગ્ર દુનિયામાં પોતાનું વિશ્વ બનાવે એવી જ ઈચ્છા છે. થનગનતા હૃદયમાં રહેલી ઉર્મીઓને આ પુસ્તકમાં બખૂબી વર્ણવી છે દોસ્ત. પ્રેમનો બીજો અર્થ સમજાયો છે. ‘લવ-સ્ટોરી’ઓ દુનિયામાં ખરેખર જેવી હોય છ્હે એવું જ ચિત્ર અમારા મન:સ્મૃતિના માનસપટ પર ઉપસાવવામાં તું ખુબ સફળ રહ્યો દોસ્ત.
‘વિશ્વ-માનવ’ની કહાની વડે તે એક અલગારી તણખો છેડ્યો છે, એ સૂરનો આલાપ દુનિયાભરમાં વાગે એવી આ તારા દોસ્ત એન્જીનીઅરની એફિલ ટાવરની ઉંચાઈ જેટલી શુભકામનાઓ…!
-કંદર્પ પટેલ.
1013626_582693355199776_2137801564236110113_n

Advertisements

One thought on “વિશ્વમાનવ બુક રીવ્યુ : કંદર્પ પટેલ

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s