વિશ્વમાનવ બુક રીવ્યુ : વૈભવ અમીન.

અભિષેક જૈન … એ માણસે સપનું જોયેલું કે વાહિયાત કક્ષાની ગુજરાતી ફિલ્મ્સ કરતાં કૈંક અલગ આપવું છે ગુજરાતને..ગુજરાતીઓને ! બોલિવૂડને ટક્કર મારે અને દર્શકોને જોતાં ય ટેસડો પડી જાય એવું ! અને ઉપરા-ઉપરી બે આલા દરજ્જાની ફિલ્મ્સ આપી : ” કેવી રીતે જઈશ ! ” અને ” બે યાર ! ” સપના ખાલી જોવા માટે જ નહીં, સાકાર કરવા માટે હોય છે એવું બતાવી આપ્યું. અને ઇન્ડિયન ટીમની બોલિંગ જેટલી જ રેઢિયાળ ગુજરાતી ફિલ્મ્સ પ્રત્યે ફરીથી આશા જન્માવી દર્શકોમાં !
એવો જ બીજો એક છોકરો . લબરમૂછિયો . મારા-તમારા જેવો જ. પેટ પકડીને હસનારો, દિલ ફાડીને રડનારો, નિચોવીને જિંદગી જીવનારો ! એણે ય આંખોમાં સપના આંજેલા- લેખક બનવું. પોતે લખે છે એમ જીવવું, અને બીજાને ય બતાવી જવું કે જો બકા, આમ જીવાય ! અને મારો બેટો સાચે લેખક બની ગયો. બોલેલું કરી બતાવ્યું. એના એ સપના સાથે મારો સંપર્ક 5-6 મહિના જૂનો . એણે કહેલું કે મેં નોવેલ લખી છે, તું વાંચી જા. આપણને એમ કે ઠીક હવે, લખ્યું હશે કૈંક, વાંચી નાખીએ. અને એમ જ શરૂ કરેલી એની વાર્તા . અને વાંચતા-વાંચતા એ ભૂલી ગયો કે આ મારા જેવા જ કોઈ ઘેલાની પહેલી નોવેલ છે… ના તો એની વાર્તાએ છોડયો, ના એની ફિલોસોફીએ. અને છેલ્લું પત્તું વાંચ્યા બાદ મન બોલી પડ્યું કે – ” હરખ હવે તું ગુજરાતી સાહિત્ય !”
એક લેખક પેદા થયો એમ તો નહીં કહું , કેમ કે આ તો ફૂટ્યો છે… એની નોવલના પત્તે-પત્તે ફૂટે છે, હરે છે, ફરે છે, પછડાય છે, ઊભો થાય છે, ને નવો શ્વાસ આપતો જાય છે ! તમે ખાલી એની પ્રસ્તાવના જ વાંચી લો તો ય ક્લીન બોલ્ડ થઈ જાઓ એની ગેરંટી ! આવા વાડીમાંથી ઉતારેલી તાજી શાકભાજી જેવા ફ્રેશ લેખકડા મળી ગયા ગુજરાતીને, તો ઘુવડ-ગંભીર ગુટુર ગુટુર ચિંતકો અને વિશ્લેષકોએ ગુજરાતી ભાષાની દયા ખાવાની બંધ કરી દેવી પડશે ! જીવી જશે ગુજરાતી…સમ્મેલનો વગર, પરિષદો વગર ! બસ મારે-ને-તમારે એટલું જ કરવાનું કે જ્યારે આવો કોઈ લાયક ઉમેદવાર ગુજરાતી સાહિત્યના શંભુ-મેળામાં માથું ઊંચકવા મથતો હોય ત્યારે એની લાયકાત મુજબ ઊભો રહી શકે એટલો પ્રયત્ન કરવાનો .
આ વર્ષે એ અને એની નોવેલ બહુ ચર્ચાઇ છે એટલે કહી જ દઉં કે આ વાત હતી Jitesh Donga અને એની નોવેલ “વિશ્વમાનવ” ની . બહુ બધા લોકોએ કહેલું કે બૂક આવે ત્યારે કહેજો. તો એ બૂક હજુ ગઇકાલે જ રિલીઝ થઈ છે . ” પહલે રિવ્યૂ પઢો, ફિર વિશ્વાસ કરો”માં માનતા હો, તો એના બ્લોગ પર જઈને રિવ્યૂ ય વાંચી આવો રાજજા : jkdonga.wordpress.com . અને હું તમને ગુજરાતી ભાષાને બચાવવા આવી બુક્સને પ્રોત્સાહન આપો એવી ઇમોશનલ બ્લેક-મૈલિંગ નહીં કરું. એને એવી જરૂર પણ નથી. વાંચશો તો તમે જાતે જ કહેશો કે આવું તો લખાવું જોઈએ, છપાવવું જોઈએ , અને વંચાવું જ જોઈએ !
વધારે બડબડ કર્યા વગર તમને એ પુસ્તક ક્યાંથી મળશે એની લિન્ક જ આપી દઉં …તમને ગમે તો તમે ય બીજાને લિન્ક આપજો. આફ્ટર ઓલ , ગમતું હોય એને ગૂંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ !
http://dhoomkharidi.com/vishwa-manav-vishwamanav

10678825_648802755241054_523833099933570987_n

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s