વિશ્વમાનવ – બુક રીવ્યુ: ભવ્યા રાવલ.

વિશ્ર્વમાનવ..
વિશ્ર્વમાનવ એ કોઇ પુસ્તક નથી, વિશ્ર્વમાનવ એ કોઇ નવલકથા નથી, વિશ્ર્વમાનવ કોઇ કહાની નથી કે પછી વિશ્ર્વમાનવ કોઇ ફિલસૂફીનો પટારો નથી. વિશ્ર્વમાનવ એ ફક્તને ફક્ત એક અહેસાસ છે.. વિશ્ર્વમાનવ એ એક ચાર તબક્કાની, ચાર અલગ-અલગ દિશાની એવી યાત્રા છે જેનો મુકામ શું હોય એ જાણવા-અનુભવવા અને લેખક મિત્ર જીતેશ દોંગાને માણવા ‘વિશ્ર્વમાનવ’ નવલકથા કે પુસ્તક નહી પરંતુ એ અહેસાસને, એ વિચારને વાંચવા પડે..

કવિતા+ગઝલ એટલે ટોટલ છ અક્ષર અને એ ક્ષેત્રમાં છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ.. નવલ+કથા એટલે ટોટલ પાંચ અક્ષર.. નવલકથા ક્ષેત્રે પાંચ અક્ષરનું નામ અમરેલીમાંથી ભવિષ્યમાં મળવાની કોઈ શક્યતા હોય તો એ નામ એટલે આ જગતના તાતનો જુવાન જીતેશ દોંગા.

જીગરજાન જીતેશના વિશ્ર્વમાનવ વિચારોમાં ભારતીય સમાજની એ વાત છે જેના પર હજુ સુધી ભાગ્યે જ એવોર્ડ વિજેતા ફિલ્મો બની હોય, વિશ્ર્વમાનવમાં એ પાત્રોની વાત છે જે રીયલ લાઇફના હિરો છે અને રીલ લાઇફથી તદ્દન અલગ છે. સ્વરા અને રુમી જેવા વાસ્તવિક વ્યક્તિત્વને કે પછી ગોઘરાની ક્યારેય ન ભૂલનારી કે સહેનારી ઘટના પર આટલુ બેલેન્સ થઇ લખી પણ શકાય? વિશ્ર્વમાનવ વાંચતા વાંચતા મારા હાથની દસે આંગળીના નાખૂન મે ચાવી નાખેલા! ધિસ ઇસ ટ્રૂ.

વિશ્ર્વમાનવના વિચારોમાં ચંદ્વકાંત બક્ષી, જય વસાવડા અને ચેતન ભગતની છાપ નહી પરંતુ પડછાયો છે. મારી હાલમાં આવેલી પ્રથમની નવલકથા ‘અન્યમનસ્કતા’માં મને ઊર્દૂ શબ્દના ઉપયોગ માટે એટલી ફટકાર મળી છે કે એ ફટકાર હું મારી આખરી નવલકથા સુધી નહી ભૂલી શકું ત્યારે જરુરતથી વધારે અંગ્રેજી શબ્દોના ઉપયોગ બદલ લિટ્રેચરના રાઇટર-કોલમનીસ્ટ ફ્રેન્ડ જીતેશ દોંગાને શું પનીશમેન્ટ આપશે ઔર એડવાઇઝ આપશે તેનું મને પણ વેઇટીંગ છે.

આમ છતા, જીતેશએ જ્યારે તેના વિશ્ર્વમાનવ વિચારને મારી સમક્ષ તરતો મૂક્યો હતો ત્યારે માત્ર અડઘા પાનાનો પરિચય અને બે પાનાની તેની પ્રસ્તાવના વાંચી મે તેને જણાવી આપ્યું હતુ કે, ‘પ્રસ્તાવનામાં જ પૈસા વસૂલ છે ભાઇ..’
મારા સમવયસ્ક, હું જે શૈલી અને પ્રકારે લખું એ પ્રકારે જીતેશ લખે એટલે એ મારો હરિફ નથી, હિતેચ્છું છે.. તેણે સારુ લખ્યું છે એટલે જાહેરમાં બિરદાવું છું અને ખરાબ લખ્યું હોતું તો અંદરખાને ફિટકારતો પણ! માલિકી નહી પરંતુ મિત્રભાવથી.. બાકી જીતેશએ આ પુસ્તક બનાવવા પાછળ કેટલી મહેનત લીધી છે, કેટલા લેખકોને તેણે પ્રસ્તાવના લખવા જણાવ્યુ-સૂચવ્યું છે,એ અનુભવો અને અડચણોનો હું સાક્ષી છું.

મને જોવા ગમતી સ્ત્રી કાજલ ઓઝા લખે છે.. ‘અંગત અનુભવોને ક્યારેક એવા લીલા લોહી ટપકતા ક્યારેક ખડખડાટ હસતા ક્યારેક બંધ આંખે સંપૂર્ણ સ્ત્રી હોવાની પરિતૃપ્તિ સાથે મારી નવલકથામાં મે વણ્યા છે.’ જીતેશ આ વાક્ય શબ્દ:શ તેના વિશ્ર્વમાનવ વિચાર માટે વર્ણવે તો કાંઇ જ ખોટું નથી.

આજે જ્યારે અંગ્રેજી નવલકથાઓ ખરીદાઇ છે પણ વંચાતી નથી, હિન્દી નવલકથાઓ લખાઇ છે, વંચાય છે પરંતુ લોકપ્રિય બનતી નથી, મરાઠી-બંગાળી નવલકથાનો શીત યુગ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતી ભાષામાં નવલકથાઓ યુવાનો દ્વારા લખાઇ છે પરંતુ છપાતી નથી એ સમયે વિશ્ર્વમાનવ જો પુસ્તક સ્વરુપમાં પ્રગટ થયા બાદ તેના બેસ્ટસેલર બનવાના પૂરા અવસર છે. વિશ્ર્વમાનવમાં પેઢીઓના આચાર-વિચાર બદલવાની તાકાત છે. આ કોઇ ધારાવાહિક નથી, આ કોઇ રહસ્ય કે ફેન્ટસી નથી.. ફરી એક વખત વિશ્ર્વમાનવ એ એક અનુભૂતિ છે. ફિલીગ્સને ફિલ કરવાની એક ક્રિયા છે. વિશ્ર્વમાનવે જીતેશની મહેનત છે.
જે કાલ હતું એ આજ રહેતું નથી જે આજે તે આવતીકાલે રહેવાનું નથી.
ફ્લેમિંગ કોયાટ ૧૪મી સદીના કવિએ આ વાક્ય કહ્યુ છે.. કવિની આ પંક્તિઓ પર પ્રશ્ર્ન થાય તો બાકી શું રહે છે? જવાબ સરળ છે.. હું ચાલ્યો જઇશ ધૂમાડો પહેરીને.. ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે..
જીતેશનો એ સલ્ફ્યુરિક મિજાજ વિશ્ર્વમાનવમાં પુરાઇ ચૂક્યો છે, નિચોવાઇ ચૂક્યો છે. ગઇકાલ અને આવતીકાલ વચ્ચે આજ એટલે વર્તમાન હંમેશા જીવંત રહી વિશ્ર્વમાનવને જીવંત રાખવાની છે એવી મને યુવાન લેખક જીતેશ પર આસ્થા છે.

હું તમારા વિશે કેમ જણાવી શકું? કોઇ બીજા પાસે લખાવો. મારે સમય જોઇએ કે પછી બીજી કોઇ પીપર-ચીગમ આપવા કરતા જીતેશ દોંગાની કૃતિ વિશે મે મારો અભિપ્રાય-સંદેશ જણાવ્યો છે.. આદેશ હવે.. મારી દિલી ઇચ્છા હોય હંમેશા મને કોઇક વાંચે, મારી રચના વિશે મને અભિપ્રાય જેવું કઇક આપે. મારા શબ્દો સાથે સાનીધ્ય સાધે.. સાહિત્ય સાથે આલિંગન કરે. મારા પાત્રોને ખુદમાં અનુભવી એ ગમતી વ્યક્તિને બાહુપાશમાં લે.. એવી જ રીતે આ વખતે એક ફ્રેન્ડ તરીકેનું ફરમાન છે.. ઇમાનથી મિત્ર જીતેશના વિશ્ર્વમાનવ અહેસાસને વાંચો, વિચારો અને ગમે તો વખાણો ના ગમે તો બે-ચાર ગાળો પણ આપો. કેમકે આ લેખક ફાટેલી ઘજાએ કેસરીયા કરવા નીકળ્યો છે, આ લેખક એન્જીનિયરીંગમાંથી આર્ટલાઇનમાં આવ્યો છે. આ લેખક તમારા માટે ખુવાર થવા તૈયાર છે. સામે પક્ષે તમારે હવે ખુદ્દારી દાખવાની છે. ભવિષ્યની ગુજરાતી ભાષાના ધરોહરનાં આ બીજનું જતન કરવાની જવાબદારી કોની છે? શું કામ એ ચર્ચામાં ન પડતા જીતેશ દોંગાની રચના વિશ્વમાનવને વધાવી લઇએ.. શું ખબર આગાઝ આવો છે તો અંજામ શું હોય? શું ખબર ફરી ક્યારેક બંગાળી કવિ બાદ ગુજરાતી લેખકને નોબલપ્રાઇઝ મળી શકે! અને એ કહેવાય.. વિશ્ર્વમાનવ..
-ભવ્ય રાવલ
To buy the book:
http://dhoomkharidi.com/vishwa-manav-vishwamanav
523478_378762505536337_1195491076_n

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s