Book “વિશ્વ માનવ.” review by Panchal Mitul Myth

Screenshot 2014-11-23 19.13.03
1779683_571671402979445_6610953197889026155_n

Jitesh Donga
આ વ્યક્તિ કોણ છે એ મને નથી ખબર. હું એને ઓળખતો નથી ક્યારેય મળ્યો પણ નથી. એકાદ મહીના પહેલાં Vaibhav Amin નામના એક અન્ય ફેસબુક મિત્ર એ એના વિશે એક પોસ્ટ કરેલી એટલે લાગ્યું કે આને ફેસબુક મિત્ર તો બનાવવો જોઈએ. વળી નવાઇની વાત એ હતી કે વૈભવ અને મારે વચ્ચે પણ કોઈ સંપર્ક સેતુ સિવાય એ કે અમે બંને એક જ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી હતા. પણ દોસ્તી ફેસબુક પરની તુ તુ મે મે માંથી થઈ હતી જે મારા માટે સામાન્ય બાબત છે.
હા, તો એ ભાઇ જીતેશને મિત્ર બનાવ્યો અને થોડાક દિવસ પછી એનો મેસેજ આવ્યો. મને આનંદ સાથે ઉત્સુકતા અને અચરજ થઈ. મને કહે તમે બહું વાંચો છો નહીં. હું ફરીથી ચોંકી ગયો. કેમ આવું પુછ્યું મેં પુછ્યું. તમારા સ્ટેટસ જોઇને લાગ્યું. ફરીથી નવાઇ લાગી. હું તો કોઈની ફ્રેંડ રિકવેસ્ટ આવે એટલે પહેલા સ્વીકારું પછી એની ટાઇમલાઇન ભાગ્યેજ ચેક કરું. રિકવેસ્ટ મોકલવામાં પણ કોઈ નિયમ નથી. બસ જે તે સમયે જે સામે દેખાયું અને ગમ્યું એને રિકવેસ્ટ મોકલી જ દઉં. ખેર, મે કહ્યું, એવું તો નથી પણ કઈંક રસપ્રદ હોય તો વાંચવાનું ગમે. ઓકે.
ખબર નહીં કેવી લાગણી હશે એના મનમાં અંતે કદાચ સંકોચાતા મનથી એણે મને કહ્યું મે એક બુક લખી છે અને એ ઈચ્છે છે કે હું વાંચુ અને એને કહું કે કેવી લાગી. હવે મને તો ખબર જ હતી કારણકે વૈભવે જે પોસ્ટ મુકેલી એ એણે લખેલી બુક વિશે જ હતી. આ એક સપ્ટેમ્બર ની વાત હતી. એણે મને બુક વાંચી રિવ્યુ આપવા કહ્યું હતું. સાથે એ પણ કહ્યું કે એક બે ખ્યાતનામ લેખકો પણ એની બુક વાંચી રહ્યા છે. સરસ, હું તો સાશ્ચર્યાનંદની લાગણી અનુભવતો રહ્યો. શા માટે એ દરેકના અંગત વિચારો પર છોડુ છું.
બસ, આ પછી કોઈ જ વાતચીત નહીં. કોઈ પોસ્ટ પર મલી જઈએ પણ બુકની વાતનો કોઈ ઉલ્લેખ જ નહી. અચાનક 11 નવેમ્બરે ફરીથી મેસેજ આવ્યો કે બુક વાંચવા તૈયાર છો. મે કહ્યું હા. તો એણે સોફ્ટ કોપી મેઇલ કરી દીધી. હવે અઘરું કામ શરૂ થયું. સમય એવો હતો કે મે એક ચેપ્ટર તો એજ રાત્રે પુરુ કરી નાંખ્યું. પણ પછી હું એવો વ્યસ્ત થયો કે સમય જ ન મળે. અને મને પણ કોઈને રાહ જોવડાવવાનુ પસંદ નથી એટલે પહેલી ફુરસદે બાકીની વાર્તા પુરી કરી. અને આજે એ વાર્તા ની વાર્તા માંડીને બેઠો છું.
ઓળખ અને પ્રસ્તાવના વાંચીને જબરદસ્ત ઝાટકો લાગ્યો કે આ છોકરો તો મારા જેવું વિચારતો જ નથી પણ જે વિચારે છે એ લખીને રજુ કરતા જરાય ખચકાતો નથી. બસ એટલું જ વાંચીને એની જોડે કોઈ અજાણ્યા ૠણાનુબંધથી બંધાઇ ગયો.
વાર્તા ના પાત્રો રિયલ લાઇફ માથી લીધેલા છે અને એમને કલ્પનાના રંગે રંગેલા છે. છતા એ પાત્રો કાલ્પનિક નથી લાગતા. જાણે ડિઝનીલેંડની રોલર કોસ્ટર રાઇડ હોય એમ વાર્તા લાગણીના એક એક આયામને આંબવાની કોશિશ કરે છે અને હજી તમે એને માણો એ પહેલા તો એ નવી સફરે ઉપડી જાય છે. જીવનના નવે નવરસ એક જ વાર્તા મા વણી લીધા છે. એકસાથે કેટલી બધી લાગણીઓ મનમાં જીવંત કરી દીધી.
ભાઇ જીતેશ હું નવલકથાઓ વાંચતો નથી પણ તારા પ્રેમભર્યા આગ્રહને વશ થઈ મે એ આખી વાંચી અને મને એ વાંચીને જરાય અફસોસ નથી. તે જે દાવો બુકની શરૂઆતમાં કર્યો છે એ દાવો તે ખરો કરી બતાવ્યો છે.
હા તારા મમ્મી ને તારા માટે છોકરી શોધીને તને પરણાવવા માટે હવે બહું મહેનત નહીં કરવી પડે. કારણ આ બુક છપાયા પછી એમને વધારે પડતી પસંદગીની મુંઝવણનો સામનો કરવો પડશે.
— reading Jitesh Donga.
મિતુલ કુમાર

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s