વિશ્વ માનવ review

અને પછી એનો ફોન આવે છે . એ કહે છે કે મેં એક નૉવેલ લખી છે , અને મારી ઇચ્છા છે કે તું એ વાંચે . આ તો એવી વાત થઈ કે આપણને મીઠાઇ બહુ ભાવતી હોય , ને કોઈ સામેથી કહે કે મેં એક નવી મીઠાઇ બનાવી છે , તું ખાઈ જો ! આપણે બોક્સમાંથી એક ટુકડો લઈને ચાખીએ અને જીભ છેક બહાર આવીને બાંગ પોકારે કે આપણા ગામમાં આટલી સારી મીઠાઇ તો કોઈ બનાવતું જ નથી . ભલે પહેલીવાર બનાવી છે , પણ જીભને ચટાકો રહી જાય એવી બનાવી છે …

બસ આવુ…જ કૈંક એની સાથે થયું . એણે નૉવેલ મોકલી તો દીધી , આપણે ચાલુ ય કરી દીધી … હજુ તો પ્રસ્તાવના જ વાંચી છે અને બંદા ક્લીન બોલ્ડ ! પ્રસ્તાવનામાં જ એણે લખ્યું છે : ” હું ખુલ્લો માણસ છું ; નાગો માણસ છું ; હું કેવો માણસ છું એ આ બૂક વાંચ્યા પછી તમને ખબર પડી જશે ! ” એન્ડ બિલિવ મી , જેવી એની પ્રસ્તાવના પૂરી થાય અને વાર્તા ચાલુ થાય કે તરત જ એ ખુલ્લો થઈ જાય છે , બરોબર ખીલે છે ! અને હું વિચારતો રહું છું કે યે તો અપનેવાલા હી ચ લગતા હૈ રે ભીડું ! પણ મારા રેંડમ-રઝળતા-વિકેન્દ્રિત વિચારોને ભડભડ બળતા અંગારાની જેમ આ માણસે એકઠા કરીને સુનિયોજિત રીતે એક નૉવેલમાં મૂકી દીધા છે . આટલું જબરદસ્ત કામ ગુજરાતીમાં ? એ પણ મારી જ ઉમરનો એક લબરમૂછિયો છોકરો કરે ? જ્યારે બીજા બધા જુવાનિયા વધારે લોકો વાંચે એવું લખીને ઝટપટ ફેમસ થઈ જવા માગતા હોય ત્યારે એક છોકરો પોતાની જાત સાથે સમાધાન કર્યા વગર એને જે કહેવું છે એ જ લખીને સંઘર્ષનો લાંબો રસ્તો પસંદ કરે , તો એની પીઠ થાબડવાનું જ મન થાય !

*

એવું તો એણે શું લખી નાખ્યું છે તે હું ઓળઘોળ થઈ ગયો ? એ મારો ફ્રેન્ડ છે એટલે ? ના , 2 મહિના પહેલાં તો હું એને ઓળખતો પણ નહોતો , હજુ સુધી મળ્યો પણ નથી , ફોન પર પણ 3 જ વાર વાત કરી છે . તો એણે લવ-સ્ટોરી લખી એટલે ? ના રે … 50 % લવ-નોવેલ્સ હું 10-12 પત્તાં વાંચ્યા પછી એની એ વાતો હોવાથી પડતી મૂકી દઉં છું . પણ ક્યારેક કૈંક એવું વાંચવા મળી જાય જે મનને હિલોળા લેવડાવે અને મગજને ચકરાવે ચડાવે – બસ આ નૉવેલે એ જ કામ કર્યું . દુનિયા એની એ જ , ઘટનાઓ એની એ જ , માણસો એના એ જ – પણ એ બધાને જોવાની પોતાની આગવી નજર !

આ બૂક કઈ ? બજારમાં આવી ગઈ ? ના ભાઈ … હજુ તો પબ્લિશ પણ નથી થઈ . અરે આ સાલાએ હજુ તો એનું ટાઇટલ પણ ડિસાઇડ નથી કર્યું , બોલો . પણ એણે જે લખ્યું છે એ જો છપાઈ જશે તો ક્યારેક એનું કામ મોડર્ન ગુજરાતી ક્લાસિક્સમાં ગણાશે એવો મને વિશ્વાસ છે . તમે તમારા કોઈ સપના માટે કઈ હદે જઈ શકો ? આ ભાઈને લખવાનું એવું ભૂત ચડેલું કે નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું , તો ય ખાવા-પીવાનું ભૂલીને એણે એની બૂક પૂરી કરી છે . આ ઉમ્મરે આટલું ડીટેલમાં એ લખી કેવી રીતે શકે એ હું વિચારતો હતો , એનો જવાબ સવારે જ એણે ફોન પર આપ્યો – ” હું સાવ ખાલી થઈ ગયો છું – બધી રીતે . મારી પાસે હતું એ બધું જ મેં આ બૂકમાં નિચોવી નાખ્યું છે ! ”

અને ચીલાચાલુ ગુજરાતી વાર્તાઓથી અલગ કૈંક- મગજમાં 440 વોલ્ટના વીજળીના ઝબકારા થાય એવું- વાંચવું હોય તો એણે શું નિચોવ્યું છે એ વાંચવું પડે . પણ એ માટે એ છપાવું ય જોઈએ ને ! ઘરેડમાં જ લખતા ઘરડા લેખકોને છાપવાનું બાજુએ રાખીને પણ પબ્લીશર્સે આવા કોઈ યંગ-ગનને છપાવાનો મોકો આપવો જોઈએ . એણે છપાવા જેવું જાનદાર લખ્યું હોય ત્યારે તો ખાસ ! નહીં તો પછી યુવાનો ગુજરાતી સાહિત્ય પ્રત્યે ઉદાસિન છે – અંગ્રેજીના મોહમાં ગુજરાતી ભૂલી રહ્યા છે – એવી બધી દંભી હાયવોય કરવાની બંધ કરી દેવી જોઈએ . આ મારો જરાય નમ્ર નહીં એવો અભિપ્રાય છે !

અને હા , જો એની આ બૂક પબ્લીશ થશે તો હું ચોક્કસ અહી જ એ વાત શેર કરીશ . એના વિષે બીજા કેટલાક લોકો પણ કદાચ લખતા રહેશે જ . લાયક હોય એને તમે છુપાવી તો ના જ શકો ને ! અને મને શું મળશે ?? હમ્મ … ગમતું હોય એને ગૂંજે ના ભરીએ , ગમતાનો કરીએ ગુલાલ !!

*

આ પ્રેમનો અજીબ સિલસિલો મને સમજાઈ ગયો છે , મારા અબ્બા-મમ્મીને પણ સમજાઈ ગયો હતો … કે લવમાં નથી તમને કોઈ પકડતું , કે નથી તમે ભાગી શકતા !

  • જીતેશ દોંગા

(A review by Vaibhav. Origionally posted by him on Facebook)

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s