Book “વિશ્વ માનવ.” review by Kishan Badiyani

Screenshot 2014-11-24 21.02.50

થોડા દિવસ પહેલાં મિત્ર શ્રી Jitesh Donga સાથે વાત થયેલી ત્યારે જાણીને સાનંદાશ્ચર્ય થયું હતું કે તેમણે સતત અઢી વર્ષની મહેનત બાદ એક સરસ પુસ્તક તૈયાર કર્યું છે. વધુ ખુશી તો ત્યારે થઇ જયારે શ્રી જીતેશભાઈએ એ પુસ્તક બહાર પડ્યા પહેલાં જ એ વાંચવાની અને એના પર અભિપ્રાય આપવાની તક મને આપી.
મહદ્અંશે તો કોઈ કથા માત્ર એક જ કથાપ્રવાહ (ટ્રેક) પર અથથી ઇતિ સુધી દોડતી હોય. ક્યારેક કોઈ લેખક એકસાથે ઘણા કથાપ્રવાહને ન્યાય આપવાની કોશિશ કરે, પણ એમાં એને ખાસ સફળતા ન પણ મળે!
પરંતુ, પ્રસ્તુત પુસ્તકની સારી વાત એ છે કે એમાં એકથી વધુ કથાપ્રવાહ એકબીજા સાથે ખૂબ સુંદર રીતે જોડાયેલા છે. હળવી શૈલીમાં કહું તો, અહીં લેખકે એક સિધ્ધહસ્ત રસોઇયાની માફક એકસાથે કેટલીય વાનગીઓ સ્વરૂચિ ભોજન (બૂફે)ની જેમ પીરસી આપી છે; જેને જે વાનગી જેટલી પસંદ હોય તેટલી તે મનભરીને આરોગી શકે! અને સાથોસાથ મેં એ પણ અનુભવ્યું છે કે લેખક આ દરેક કથાપ્રવાહને પૂરતો ન્યાય આપી શક્યા છે. ટૂંકમાં એમ કહી શકાય કે, ‘લવ’ x ‘ડાર્કનેસ’ x ‘મોટીવેશન’ = આ પુસ્તક. (ગુણાકારની નિશાની જાણીજોઈને જ મૂકેલી છે! )
પુસ્તકનું દરેકેદરેક મુખ્ય પાત્ર વાંચનારને પ્રભાવિત કરી જાય છે, કારણ કે આ દરેક પાત્ર – પેલું કહેવાય છે ને – ‘જરા હટકે’ છે! દરેક પાત્રની એક આગવી ફિલસુફી છે, એક સ્વતંત્ર મિજાજ છે, જે કદાચ દરેકને ગળે ન પણ ઉતરે; અને ગળે ઉતરે તો પચશે કે કેમ એની ખાતરી નહીં!
અંતે, એક વાત તો નક્કી છે જ, કે આ પુસ્તક તેને વાંચનારના જીવન પર ચોક્કસપણે અસર કરશે. શ્રી જીતેશભાઈને એક એવું પુસ્તક લખવા માટે અભિનંદન આપવા ઘટે, કે જે વાંચ્યા બાદ વાચક પોતાના જીવન વિશે, જીવન પ્રત્યેના પોતાના અભિગમ વિશે અવશ્ય વિચારતો થઇ જશે, અદ્દલ મારી જેમ.
10615511_611638888940362_833462397369781068_n

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s