Book “વિશ્વ માનવ.” review by Divyansh Parmar

મારો બ્લોગ વાંચીને મને કહ્યું કે- જીતેશ તું ખુબ ચોખ્ખા દિલનો માણસ લાગે છે 🙂
પછી એમ જ મેં વાત-વાતમાં તેને બુક આપી અને રીવ્યુ આપવા કહ્યું.

***********************************************************
10575365_329748887197315_7119506455075326981_o

“દિવ્યાંશ, બોલ તો….ભગવાન ક્યાં રહે છે?”
પહેલાં ધોરણમાં ભણતાં મને મારાં મેડમ જરાક ગુસ્સાથી પૂછી રહ્યાં હતા. એમનાં હાથમાં મારી આન્સરશીટ હતી.
“ભગવાન?….ત્યાં ઉપર…વાદળની ઉપર”
મેં આંગળી આકાશ તરફ કરી મારી મોટી-મોટી આંખો વડે ઉપર જોતાં-જોતાં કહ્યું. તે સમયે હું રામાયણ-મહાભારત ની સીરીયલ્સ બહુ જોતો. એમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ કે અન્ય ભગવાનો ને જયારે પણ બતાવતાં ત્યારે તેમની આજુ-બાજુ સફેદ વાદળ જેવો ધુમાડો બતાવતાં…
“ખોટું….ફરી ખોટું…આમાં પણ એ જ લખ્યું છે. સાચો જવાબ છે, ‘ભગવાન મંદિરમાં રહે છે’….એક માર્ક કાપી નાખું છું તારો ”
મેડમ મારી તરફ ઘૂરકિયા કરતાં બોલ્યાં. હું ત્યારે જરા ગભરાઈ ગયો પછી વિચારતો કે આવું થોડી હોય! આ મેડમ ને કશી ખબર જ પડતી નથી.
********************************************************************************************
“The wound is the place where the Light enters you.”
― Rumi
*‘ઇન્ટરસ્ટેલાર’ જોઈને બહાર નીકળેલાં બે મિત્રો મુવીની ગ્રેટનેસ વિશે વાતો કરી રહ્યાં હતા. એક મિત્ર બીજાને આઇન્સ્ટાઇનની ‘થીયરી ઓફ રીલેટીવીટી’ વિશે કહી રહ્યો હતો અને ત્યાં જ એ એક કપલ ને તેમનાંથી થોડે દૂર જુએ છે. એક યુવાન અને યુવતી કીસ કરી રહ્યાં હતાં. પેલો જે વ્યક્તિ એના મિત્રને ‘રેફરન્સ ફ્રેમ’ વિશે સમજાવવામાં વ્યસ્ત હતો તે આ જોઇને તરત પેલી યુવતી વિશે ભદ્દી કોમેન્ટ કરે છે, ભારતીય સંસ્કૃતિની ચિંતા કરે છે. એક યુવાન દૂરથી આ બધી ઘટનાં જુએ છે. એનું દિલ કકળી ઉઠે છે. એ આજ નો યુવાન હતો. એનું દિલ કાંપી ઉઠે છે જયારે એ લગ્ન ને નામે દંભી સેટલમેન્ટ થતાં જુએ છે, કહેવાતાં લગ્ન કે બેસણા માં પણ કોને બોલાવવા, કોને નહિ એનાં રાજકારણ રમાતા જુએ છે. એ ચુપ નથી બેસતો. આની સામે સવાલ પૂછે છે. જવાબ માં કહેવાય છે કે સમાજ ની સાથે ચાલવું પડે. એને આવો સમાજ મંજુર નથી. ‘લવ-જેહાદ’ જેવાં મુદ્દાઓ હજી પણ ભારતમાં છે એનો એને વિશ્વાસ નથી થતો. એ રાત્રે સુઈ નથી શકતો જયારે એ જાણે છે કે હજીપણ લોકો પોતાનાં ધર્મને બીજાના ધર્મથી ઉંચો સાબિત કરવાં એકબીજાની કાપાકાપી ની હદે આવી જાય છે. તાવીજો-ભૂવાઓ-બાબાઓ ના ભરોસે બેસી રહેતાં માણસ ને જોઇને એને સખત ચીડ ચઢે છે. આખી ઝીંદગી પૈસા ની પાછળ દોડતાં રહેતાં જીવતાં પૂતળાંઓ એને ગમતાં નથી. એ એક દિવસ આ બધું જ બદલવાનાં સપનાં જુએ છે, શરૂઆત પોતાનાં થી કરે છે. એ એના કામ થી કંટાળતો નથી, એને પોતાનું કામ ગમે છે. એનાં સપનાં મોટા છે અને એ જાણે છે કે તનતોડ સંઘર્ષ નો કોઈ વિકલ્પ નથી. ક્યારેક એ થાકી જાય છે પણ એને ફરી ઉભાં થતાં આવડે છે. બીજાને નુકસાન કર્યા વગર પોતાને માટે લડી લેવાનું એ જાણે છે. એને ધર્મ કે જ્ઞાતિના બંધનોની કોઈ સમજણ નથી. એને બસ દંભમુક્ત સાચો પ્રેમ કરતાં આવડે છે. લોકો શું કહેશે એની એને કોઈ ફિકર નથી. હા, એનો અંતરાત્મા શું કહેશે એની એને ઘણી ફિકર છે. એ બસ પોતાનાં હૃદયને અનુસર્યા કરે છે. એ આજ નો યુવાન છે, અને આ આજ ના યુવાન ના આ દર્દને, એની કલ્પનાઓ ને, એનાં સપનાઓ ને વાચા આપતું કોઈ પુસ્તક હોય તો એનું નામ છે ‘વિશ્વમાનવ’…….(હવે આગળ વાંચતાં પહેલા માઈન્ડવેલ, આ કોઈ સમજોતા કે સોદા જેવી પ્રશંસા નથી કે એણે મને બુક આપી એટલે મારે ગમે તે ભોગે એની પ્રશંસા કરવી જ રહી! જે ખોટું છે એને ખોટું કહેવામાં મને કોઈનોય છોછ નથી અને જે સાચું છે-સારું છે એને ખુલ્લમ-ખુલ્લા પ્રેમ કરવામાં મને જરાય શરમ નડતી નથી, કેમ કે હું આજ નો યુવાન છું.)
*********************************************************************************************
‘રોકસ્ટાર’ નો પેલો દુનિયાનાં કાન ફાડી નાખે એવી જોરથી ત્રાડ નાંખતો જોર્ડન યાદ છે? પેલો ‘ભાગ મિલ્ખા ભાગ’ નો મિલ્ખાસિંહ છેલ્લે જયારે ફરીથી પાકિસ્તાન એનાં ઘરે જાય છે ત્યારે કેવી રીતે આજુબાજુ ના ભાન વગર બાળક ની જેમ જોર-જોરથી રડી પડે છે, યાદ છે એ? બસ…કાંઈક એટલી જ ઇન્ટેનસીટી થી ‘વિશ્વમાનવ’ નું પાને-પાનું લખાયું છે. જાણે ઈમ્તિયાઝ અલી ની કોઈ ફિલ્મ કે એ.આર. રેહમાન નું સંગીત.
‘વિશ્વમાનવ’ માં પળે- પળે તમને એનાં જડ ચોકઠાંમાં જજ કરતી દુનિયા સામે બંડ પુકારતા પાત્રો છે. એનાં પાત્રો પ્રેમ કરે છે તો દિલ ખોલી ને કરે છે, દુનિયાની પરવાહ કર્યા વગર કરે છે. આ દુનિયા થી દૂર એમની એક અલગ દુનિયા છે. જાણે રૂમી ની જ પેલી કવિતા ને સાકાર કરતાં હોય એમ “Away beyond all concepts of wrong-doing and right-doing, There is a field. I’ll meet you there” (બુક ના મુખ્ય પાત્ર નું નામ પણ રૂમી છે.) આને હૃદય માં રાખીને ઈમ્તિયાઝ અલી કવિતા સમી ‘રોકસ્ટાર’ બનાવે છે તો જીતેશ દોંગા ‘વિશ્વમાનવ’……દિલ ફાડીને પ્રેમ કરતાં આ પાત્રો પર જયારે દુઃખ પડે છે તો એ પણ બધી સીમાઓ વટાવી જતું. ક્યારેક પાત્રોના એ ગાઢ અંધકાર ભર્યા સમયમાં આપણને પણ બુક ને એક બાજુ મૂકી દઈને આગળ વધવાનું મન ન થાય. પણ થોડી જ ક્ષણો બાદ બુક ફરી આપણા હાથમાં હોય. આપણે આગળ વધીએ, ઢગલાબંધ મુશ્કેલીઓમાં પણ આગળ વધવાનું ન છોડતાં એનાં પાત્રોની જેમ જ! પુસ્તકમાં અમુક વર્ણનો તો એવાં છે કે જાણે લેખક આપણી આજુબાજુ એક કળાત્મક પેઇન્ટિંગ કરતો હોય એમ લાગે, એક ક્ષણ માટે એ પેઇન્ટિંગમાં ખોવાઈ જવાનું મન થાય! એક પ્યોર હૃદયના લેખક દ્વારા એક પ્યોર હૃદયના વાચક માટે લખાયેલી છે આ કહાની કે જેના પેજ આપણા આંસુ વડે ખારા કરવાં ગમે! તો આખો દિવસ કોઈ ધ્યેય વગર ટાઈમપાસ કરી ખાતાં મારાં જેવાં યુવાનો ને પછવાડે જીતેશ દોંગા ‘વિશ્વમાનવ’ વડે કચકચાવીને એક લાત મારે છે, જે એનાં દિલ-દિમાગ ને હચમચાવી ને એને સાચા રસ્તે લઇ આવવાં પુરતી છે!
‘આજ ના યુવાનો ગુજરાતી વાંચતા નથી, ગુજરાતી મરી રહી છે’ જેવી ખોટી બુમો પાડતાં બુઠ્ઠાઓ ને એક ત્રેવીસ વરસના યુવાનનો જડબેસલાક જવાબ ‘વિશ્વમાનવ’ છે. આ બુક જૂનાં જમાનાની ‘ભારી-ભારી વર્ડ્સ’ વાળી ગુજરાતીમાં નથી. એમાં આજ ના જમાનાની ભાષા છે કે જેમાં ગાળો નો પણ સમાવેશ થાય છે. આ દેશમાં પોતાની ટૂંકી નજરથી બીજા માટે ન્યાય તોળી નાખતાં બબૂચકોની કમી નથી, એ જજમેન્ટલ દમ્ભીઓ ના હાથમાં જાણે કોઈ આગનો ગોળો મુકાઈ ગયો હોય એવી આ બુક છે. પુસ્તક ના પાત્રોની જેમ જ જીતેશ દોંગા એ પોતાનાં આદર્શો સાથે જરાય સમાધાન કર્યા વગર આ બુક લખી છે. ગજબ નો સેલ્ફ-કોન્ફીડંસ છે આ માણસ માં. પોતાની પહેલી જ બુકની જલદ પ્રસ્તાવનામાં લખી દીધું છે કે ‘બુકની પહેલી સ્ટોરી તમને પ્રેમની લાગણીઓમાં ડુબાડશે. બીજી સ્ટોરી ખુબ ધીમે તાપે તમારી લાગણીઓ સળગાવશે. થોડી પીડા દેશે. ત્રીજી સ્ટોરી ફરી તમને પ્રેમની ચરમસીમાએ મુકતી આવશે, અને ચોથી સ્ટોરી થોડા અલગ વિશ્વને ચખાડશે. આ પ્રેમ-આંસુ-પીડા અને પેશન માટે જજુમતી જિંદગીની કહાની છે.’ અને છેક છેલ્લા પેજ સુધી પોતાનું આ કહેલું અક્ષરે-અક્ષર નિભાવ્યું છે. હજી આટલું અધૂરું હોય એમ છેલ્લે વાચકો ને પોતાની બીજી બુક નો વાયદો પણ કરી નાખ્યો છે! પોતાની પહેલી જ બુકમાં આ કક્ષાનું લખી શકતો માણસ આગળ જતાં કેવા-કેવા ચમત્કારો કરી શકે? અને એટલા માટે જ એક ખુલ્લા દિલના લેખકની આ બુક ને એક યુવાન વાચક તરીકે આપણે ખુલ્લા દિલથી બહોળો પ્રતિસાદ આપવો જ રહ્યો. હું તો વીસ ડીસેમ્બર ની રાહ જોઈ રહ્યો છું કે ક્યારે મને આ પુસ્તકની હાર્ડ-કોપી મળે! કોઈ મને પૂછે કે ‘વિશ્વમાનવ’ શું છે? તો હું હરિવંશરાય બચ્ચનની મને ઘણી ગમતી આ કવિતા ગણગણી દઉં,
“यह महान दृश्य है
चल रहा मनुष्य है
अश्रु-स्वेद-रक्त से
लथ-पथ! लथ-पथ! लथ-पथ!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!”
“પાગલો ને હંમેશા એક નાનું સપનું હોય છે કે-લોકો એક દિવસ તેને જોઇને, તેને આવતો જોઇને ખુશ થશે, તાળીઓ વાગશે અને લોકો એને વધાવી દેશે” (પુસ્તકમાં થી)
-દિવ્યાશ પરમાર બુક રીવ્યુ

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s