યા હોમ કરીને પડ…ફતેહ છે આગે… પાર્ટ-૧

મેં બુક લખી એ દરમિયાન જ છેલ્લા એક વરસમાં આઠ જોબ છોડી દીધેલી. કેમ છોડેલી એ ક્યારેક કહીશ. પરંતુ મારી લાઈફને મેં ફકીર જેવી બનાવી દીધી એટલે
મારા બાપુજી (પપ્પા) ગુસ્સે થઇ ગયેલા. એમનો ગુસ્સો મારા લેખક બનવા પર હતો
જેના લીધે મેં હકીકતમાં બધી જ જોબ છોડી દીધેલી. એની વે…આજ-કાલ બુકના રીવ્યુ આવવાના ચાલુ થઇ ગયા છે ત્યારે થયું કે મારા બાપુજીને ફોન કરીને કહું કે મારી મહેનત અને મારું જુનુન ફોગટ નથી. ઈશ્વર પહેલા પણ જોતો હતો અને અત્યારે પણ જોઈ રહ્યો છે. એટલે અત્યારે મેં એમને ગામડે કોલ કર્યો. થોડી રોજની વાતો પછી…

હું: બાપુજી…મારી બુક મેં અમુક લોકોને ઓનલાઈન આપી છે. લોકો ખુબ વખાણે છે.
બાપુજી: ઓનલાઈન શું હોય?
હું: બધા ઈન્ટરનેટ કહે તે વસ્તુ. કોમ્પ્યુટર પર આવે.
બાપુજી: શું કહે છે બધા તારી બુક વિષે?
હું: અત્યારે તો સારું કહે છે. કેટલાયે તો ફોન કરીને કહે છે કે મારી બુક એમને બીજા માણસ બનાવી ગઈ. કોઈ કહે છે કે એમની સ્કુલ પર બાળકોને ભાષણ દેવા આવો. કોઈ કહે છે કે મારી બુકના પાત્રો તેને રાત્રે સુવા નથી દેતા. કોઈ તો વળી મને ભેંટવા માટે…
બાપુજી: બસ…બસ…એમના શબ્દોને દિમાગ પર ના લેતો. હવા આવી જશે તો તારી બીજી બુક સારી નહી લખી શકે.
હું: હા. એવું નહી કરું. (પછી એમણે થોડીવાર મારા આગળ બોલવાની રાહ જોઈ. છેવટે તેઓ બોલ્યા)
બાપુજી: જીતું…મારેય ગામ છોડીને મોટા બિઝનેસમાં પડવું હતું. દિલ કહેતું હતું કે ધંધામાં હું ફાવી જઈશ. ક્યારેય ખેતી છોડીને બહાર જાવાની હિંમત ના કરી શક્યો. હિંમત કરી હોત તો સારું હતું હેને?
હું: ના બાપુજી…તમે ખેતીમાં પણ ગામમાં ટોપર જ રહ્યા છો ને..
બાપુજી: હા…પરંતુ આ ખેતી થકવી ગઈ. તું ક્યારેય કરતો નહી.
(હું કઈ બોલ્યો નહી)
બાપુજી: તારી બુક વેચાશે એટલે રૂપિયા મળશે?
હું: ખબર નહી. હું તો લોકોને ઇન્ટરનેટ પર મફતમાં આપી દેવાનું વિચારતો હતો. દરેક માણસ સુધી પહોંચાડવા માટે.
બાપુજી: શું છે તારી બુકમાં?
હું: પોતાના હૃદયને અનુસરીને દુનિયાના સૌથી મહાન બનતા પાત્રોની સ્ટોરી લખી છે મેં ..
(એ ફરી ચુપ રહ્યા. અને બોલ્યા…)
બાપુજી: જો એવી જ બુક હોય તો પછી તારી બધી ફેરવેલી જોબ અને રખડપટ્ટી વસુલ છે. તારા બાપા તો ક્યારેય ખેતી છોડી ના શક્યા, પણ બેટો જો દુનિયાને શિખામણ આપી શકતો હોય તો મારા આશીર્વાદ તને…

(મારું માથું તેમના શરીરને અને પગને યાદ કરીને ઝુકી ગયું…)

269643_160472844026252_100001906121843_347031_5366514_n

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s