ઓહ માય ગોડ! વોટ અ મુવી…

‘ઓહ માય ગોડ’ એ આપણા સ્થિર પાણી સમાન , ગંધાતા, સંપ્રદાય રૂપી શેવાળથી વિકાર પામેલા સમાજ પર સત્ય નામના પથ્થર નો ઉપયોગ કરી ને વમળ સર્જવાનો સાર્થક અને ઉમદા પ્રયાસ છે. જેમ સ્થિર પાણી પડ્યું પડ્યું વાસ મારી જાય , શેવાળી જાય, અને તેમાં રોગી મચ્છર સિવાય કઈ જ નાં પ્રવેશી શકે , એમ જ આપણો સમાજ પણ વર્ષોથી – સદીઓથી સંપ્રદાયો ના કહેવાતા સાધકો ની રચેલી શેવાળ જેવી લપસણી ધર્માન્ધતા માં સડતો રહ્યો છે . ‘ઓહ માય ગોડ’ એ સમાજની સદીઓ પુરાણી વિચારસરણી પર સત્ય રૂપી તીર છે. આખા કુટુંબ ને લઇને જોઈ શકાય અને જીવનમાં ઉતારી શકાય એવી આ મુવી ૩- idiot પછીનું એકમાત્ર સામાજિક સત્ય છે એવું લાગ્યું. પરેશ રાવલ ને એક્ટિંગ અને ડાયરેક્ટર ને તેની હિંમત માટે સો -સો સલામ છે.

મંદિર માં જવું એ કઈ વખોડી શકાય એવી વાત નથી. મંદિરોનું નિર્માણ જ મનુષ્ય ને મન ની શાંતિ મળે તે માટે થયું હોય છે, પછી તે ચર્ચ હોય, ગીરીજાઘર હોય કે મસ્જીદ હોય- દરેક જગ્યા એ ઈશ્વરની નિકટતા અનુભવી શકાય છે. પરંતુ મંદિરમાં રળવા બેઠેલા પેલા નર-પિશાચોથી સમાજ ને ચેતવાની જરૂર છે. તેમને રૂપિયાના ઢગલા કરવા કરતા શા માટે ગરીબોનાં બાળકોને શિક્ષણ ના આપવું? દેશ ના રસ્તાઓ પર રજળતી ગાયો ને શા માટે બે પૂળા ઘાસ નાં આપવું? શ્રેષ્ઠ શું છે ?
હમણાં જ ખુબ ગાજેલું કે ગુજરાત ની સ્ત્રીઓ ને પોષણ ઘટે છે, માટે તે બધી એ દૂધ ફરજીયાત પીવું જોઈએ! તે બધી કુપોષણ થી પીડાય છે! અને એ પણ હકીકત છે કે દેશના બધા જ્યોતિર્લીંગ થી માંડીને ગલી કે શેરીના ખૂણા પર રહેલા શિવજી અને હનુમાનજી દૂધ અને તેલ ના અતિ પોષણ થી પીડાય છે. એ બધુંજ દૂધ મૂવીમાં બતાવ્યા મુજબ ગટર સિવાય ક્યા જાય છે ? કોઈ ભુવા કે પછી પ્રભુ ના નામે પેટ ભરી ને અન્યો ને કુપોષિત રાખતા ‘પવિત્ર પુજારીઓ’ મંદિર ને બદલે ઘરે કુપોષણ થી પીડાતી માં ને દૂધ પીવડાવવાનું એવું તેમના પર્સ્ક્રીપ્શન માં કેમ કેહતા નથી?

મારી ઉમર નો સમાજ – યુવા વર્ગ હવે ઘણું વિચારતો થયો છે.પરંતુ હજુ પણ સૌ કોઈ સત્યની પરખ માં કન્ફ્યુઝ્ડ છે.(જો કે પૂર્ણ સત્ય ક્યા કોઈ જાણતું હોય છે?) યુવાનો હવે મંદિરમાં દાન પેટીમાં રૂપિયા ભરવા કરતા મંદિર બહાર ગર્લ ફ્રેન્ડ સાથે એટલા રૂપિયાની ડેરીમીલ્ક ખાય ને દિલમાં ડોલતા પ્રેમી પરમેશ્વર ખુશ થયા એમ માની લે છે. (સારું છે! )મંદિરનાં પ્રસાદી નાં કાઉન્ટર પર યુવાનો પચાસ રૂપિયાની પ્રસાદી ‘ખરીદવા’ ને બદલે દોસ્તો સાથે પાંચ રૂપિયાની પાણી પૂરી ખાવામાં ગૌરવ લે છે. (એ પણ સારું છે!) એવી આશા રાખીએ કે આજે કરોડો- અબજોનું ટર્ન ઓવર કરતા મંદિરો પરમ પિતાની ,પ્રભુની આરાધના માટે ખુલશે- પ્રભુ ને રીજવવા માટે કે તેની પાસે રૂપિયા ધરીને ‘સ્પેશિયલ ભીખ’ માગવા માટે નહિ . યુવાનોને પણ ગીતા ,બાઈબલ, અને કુરાન વાંચી ને વિચારતું થાવું જ રહ્યું (જોકે આ લખનારેપણ એકેય વાંચ્યું નથી:)) કારણકે તેમાં ક્યાય નથી લખ્યું કે ભગવાન ને આટલા રૂપિયા ધરશો તો તમારી માનતા સફળ જશે કે મોક્ષ મળશે. એતો બધું આપણા કહેવાતા પપુધધુ ઓ અને ધર્મ ધુલન્ધારો એ પોતાના ભોગીવેડા ને સંતોષવા , સામાન્ય આદમી ને લુંટવાના કરેલા કાળા ધંધા છે. (કર્ટસી: ઓહ માય ગોડ !)

એક વાત ખાસ નોટ કરજો કે- આ મુવી કોઈ ધર્મ ના વિરોધ માં છે જ નહિ. ધર્મ ક્યારેય મરશે જ નહિ કારણ કે તે સમાજ નું અભિન્ન અંગ છે. વિરોધ તો માત્ર ધર્મના દલાલો તરફ નો જ છે. મુવીમાં કહે છે તેમ -ધર્મ સામે વિરોધ કરનાર કે પછી સાચો ધર્મ ચિંધનાર ને જ આ દુનિયા પોતાનો ધર્મ બનાવી દેશે! ધર્મ અમર છે, પરિવર્તનશીલ છે. તે નિરપેક્ષ છે, નિરાકાર છે, નિષ્પાપ છે અને નિષ્પક્ષ પણ છે. તે કુમળા બાળક જેવો છે તેથી જ તો તેને ભગવાન સાથે સાંકળવા માં આવ્યો છે. કોઈ પણ ધર્મ હોય તે પ્રેમ ભૂખ્યો હોય છે, એતો એના નામ ના રખેવાળોએ સામાન્ય માણસને ધર્મ નો ડર પેદા કર્યો છે. ધર્મ નો ડર જ પ્રભુ પાસે સ્પેશિયલ ભીખ માંગવા માટે મજબૂર કરે છે. ધર્મનો પ્રેમ ક્યારેય મજબૂરી ને નહિ નોંતરે .
સાચો ધર્મ જનુન નહિ પણ પ્રેરણા બનવો જોઈએ. કોઈ સ્ત્રીની ઈજ્જત લુંટાતી હોય તો ત્યાં તેને બચાવવા માનવધર્મ જન્મ લેશે. પોતાની પત્ની સાથે પથારીમાં સાથીધર્મ- મિત્રધર્મ કે પછી પતિધર્મ આવે. એમ જ કહીએ કે ધર્મ એ શાશ્વત લાગણી છે .

કટ્લીયે એક થા ટાયગર આવશેને જાશે પરંતુ આવા ટાયગર જેવા વિચારો અર્પણ કરતી અને જીવનમાં ઉતારવા જેવી મુવી ખુબ જ રેર હોય છે. તમારી ટીકીટ ના અમુક રૂપિયા આ સિંહ જેવા સર્જક ને જાય એમાં ક્યાય માનવ ધર્મ કે સેવા ધર્મ ખરો.

Advertisements

2 thoughts on “ઓહ માય ગોડ! વોટ અ મુવી…

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s