કાયદેસર ૨૧

આજે મારો બર્થ ડે છે. આજે જ કાયદેસર ૨૧ પુરા થયા ( એમ કહું છું કે હવે કોઈ છોકરી બતાવો ભાઈ !) કોલેજ લાઈફ અને “રીયલ લાઈફ” ના બર્થ ડે માં હાથી-ઘોડા નો ફેર હોય છે. રીયલ લાઈફ માં લોકો ‘કેકડા ‘કાપી ને બળ કરી-કરીને મીણબતી ને ઠારે, પણ હોસ્ટેલમા તો ફેરવી-ફેરવી ને મારે. આને કે’વાય પેશન (જુસ્સો- ગુસ્સો બધું એક જેવું, આતો પેશન છે પેશન ..)

ગઈ કાલે રાત્રે, હજુ બર્થ ડે ચાલુ થવાની અડધી કલાક ની વાર હતી ને મારી ડગળી છટકી ગઈ. મગજ ચકરડી ખાવા માંડ્યું કારણ કે…આવવા વાળી હોનારત ને લીધે મારા હાલ કાળઝાળ ‘દુકાળ’ જેવા થવાની મને અગાઉ સુગંધ આવી ગઈ હતી. રાત્રે સાડા અગિયાર વાગે ચેસ રમતો’ તો પણ પેલા પ્યાદા ને ચલાવી ને, પછી તરત રાજા ને આગળ કર્યો …”લો મારી લો….”

કોલેજ લાઈફ માં સૌથી દુખ દાયક- પીડા દાયક ઘટના ઘટના રાત્રી નાં બાર વાગે, દોસ્તો તમારો બર્થ ડે વિશ કરવા આવે એના જેટલી એકેય નથી.એક સાથે વીસેક જણા ફરફરતી સુસવાટા ભરી લાતો મારતા હોય ને, બર્થ ડે બોય પર બ્લેન્કેટ ઓઢાડી દીધું હોય, પાછો ધોબીઘાટ જેવો માહોલ હોય ….આ ઘટના જો બર્થ ડે બોય ના પેરન્ટસ જોઈ ગયા હોય તો જીવન ભર હોસ્ટ
ેલ માં જાવા ના દે…
મારી પીઠ લીલી કાચ જેવી થઇ ગયેલી. બધા દોસ્તો એ ભેગા થઇ ને “પ્રેમ થી ” એવો ‘ઢીબ્યો’ કે આખી રાત નીંદર ના આવી…સાલાઓ નો આજ વાંધો…એકવીસ વરસથી જાણે મેં એમનું ઉધાર ના ભર્યું હોય, એમ વસુલીવાળા ની જેમ પીટ્યો, ને તોયે મારે તો પાછું હસતા મોઢે “થેંક યુ- થેંક યુ” જ કરવાનું!…પ્રભુ તારી માયા કેવી ,એવો માર્યો કે બે દિવસ થી થયેલો કબજીયાત પણ મટી ગયો!

બર્થ-ડે બમ્પસ નો ફાયદો જ એ છે કે તમે બર્થ-ડે વાળા “મુદા-માલ” ને ગમે તેમ ઠોકો, એ મરે તોય થેંકયુ જ કેવા નો…! વળી બીજો ફાયદો એ છે -કે જૂની કોઈ રીસ કે બદલો લેવા નો બાકી હોય તો પણ બધું હોય એટલું બળ ભેગું કરીને ઠોકી દેવાની…તોયે પેલો થેંકયુ જ કે’વાનો ને ઉપર જાતા પાર્ટી પણ દેશે!

બે ત્રણ જુનિયર ‘બેબી’ તો મને ઓળખતાય નો’હતા ને તોય મારતા ગયા. હવે હું એ બધાનાં ચેહરા યાદરાખી-રાખીને એમના બર્થ-ડે ની વાટ જોવ છું…

ધબા-ધબી ની ક્રિયા સમાપ્ત થઇ ને હવે ખીસા ખાલા કરવા નો સમય….

રાત્રે બાલાજી વેફર ને કોલ્ડ ડ્રીન્કસ માં જ ચારસો ની અડી ગઈ. બે વરસ પેલા ની મોંઘી પ્રથા મે જ બંધ કરેલી ( સાલું વિદ્યાનગર ની એક ‘સાવ સસ્તી ‘ હોટેલ માં બે હજાર નું બીલ આવેલું!)
સવારે ઉઠી ને (જો કે વાંસો એવો બળતો હતો કે આખી રાત ઊંધો જ સુતો! નાં જાગ્યો)

સવારે ઉભો થઇને કોલેજ ઉપડ્યો…પાછા ત્રીસેક લોકો એ કોથળા ની જેમ ખંખેર્યો ને, ઉપર જાતા બસ્સો રૂપિયા ની કેન્ટીન માં પાર્ટીની દઈ નાખી. હુ તો અગાઉ થી જ પૈસા હોસ્ટેલે મુકતો ગયો, નહીતર આખો બેકાર થઇ જાત!)

ખેર…મારી ફિલોસોફી તો હજુ બાકી રહી ગઈ. આ બધું સેટિંગ નથી માર્યું એટલે દિલ થી લખું છું :

” સાચે જ જીંદગી ને રોજે બર્થ –ડે ની જેમ માણો તો સારી રીતે ‘તરી’ જવાશે. રોજે ઉઠી ને ઉજવણી, રોજે નવો જન્મ, દુનિયા ના હસી-ખુશી થી તમ્માંચા ખાઈ ને પણ હસતા હસતા દરેક દિવસ ને સેલીબ્રેટ કરવાનો.. સૌને તેમના સાથ બદલ થેંક-યુ કે’વાનું …પણ મારી જેમ કોઈ મારી જાય તો એના વારા ની વાટ જોવાની…પૈસા હોય તો જીવન-ભર પાર્ટી કરતી રેહવાની, અને નહીતર મારી જેમ ચસકી ગયેલું હોય તો પ્રેમ થી કોઈ ગરીબ ને થોડું દાન કરી દેવું. અને હા, માં બાપ ને રોજે ફોન કરી ને પગે લાગી લેવવાનું …કારણ કે એ છે તો આ બધી પાર્ટી છે…બાકી તો તમને બધી ખબર જ છે…. “

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s