તું નીકળી પડ…

આંખો ખુલ્લી રાખી ને શું સુતો છે ,ઓ આંધળા,
બંધ આંખે, અંધારા માં દીવો બની ને તું નીકળી પડ……

એક દિવસ સૌને પોઢવું છે એક અમર પલંગ પર, કફન ની સાથે
પછી યાદ કરનારું કોઈ નથી, તું કફન પહેરી ને નીકળી પડ ……

જન્મ થી મૃત્યુ સુધી ની યાત્રા છે આ અનેરી , અનોખી
વચ્ચે “જીંદગી” નામે ધામ છે , તેના દર્શને તું નીકળી પડ……

આ ધરતી પર અવતરણ મળે છે ,જૂજ માનવી ને
હે માનવી; તું માનવ મહારથી બની ને નીકળી પડ…..

જનમ્યો ત્યારે રડતો હતો, મરીશ ત્યારે પણ રડાવીશ
સુખ- દુખ- આંસુ ને વધાવી લે , તું આંસુ બની ને નીકળી પડ ……..

જીવન એવું જીવી લે, તારા છેલ્લા શ્વાસ સુધી જીંદગી ને
મૃત્યુ ને પગતળે સમજી ને, તું જીંદગી બની ને નીકળી પડ ….

ડગલે ને પગલે નથી આ યાત્રા નો ભરોસો …..જીવીલે
ભરોસો તારા દિલ પર રાખી ને , મુસાફિર બની ને તી નીકળી પડ ……

પાછું વળી ને જોઈશ નહિ આ દુનિયા સામે…’ જીતું ‘
સૌ મીટ માંડી ને બેઠા છે તારા પર , તું તારે નીકળી પડ……
પાંખો વિના ઉડાન ભરતું પંખી બની ને તું નીકળી પડ…..

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s